અમદાવાદમાં ડ્રગ્સ પકડાયું:ક્રાઈમ બ્રાન્ચે 18 લાખનું ડ્રગ્સ પકડી પાડ્યું, કારંજ પોલીસે માત્ર 2 ગ્રામ પકડ્યું

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદમાં ડ્રગ્સનું ચલણ એ રીતે વધી રહ્યું છે, જ્યારે સીંગ ચણાની જેમ ગમે ત્યાંથી ડ્રગ્સ મળી જાય છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 18 લાખની કિંમતનું ડ્રગ ઝડપી પાડ્યું તેની સામે કારંજ પોલીસે બે ગ્રામ ડ્રગ ઝડપીને પોતાની કામગીરી કરી હોવાનું વાહવાહી મેળવવા પ્રયાસ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કારંજની પટવા શેરીમાં એક પોલીસ અધિકારી નાઇટ પેટ્રોલિંગમાં હતા, ત્યારે ડ્રગ્સમાં પકડાયેલો આરોપી તેમની સાથે ગાળાગાળી કરી હતી અને એ જ આરોપી હવે બે ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાયો છે. અમદાવાદ શહેરમાં બનેલી બે ઘટના શહેરમાં ડ્રગ વેચાણ સામે પ્રશ્નાર્થ ઊભા કરી રહ્યા છે.

શાહરૂખ વાયા સાબરકાંઠા રાજસ્થાનથી ડ્રગ્સ લાવ્યો
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફતેહવાડી કેનાલ પાસેથી શાહરૂખખાન પઠાણ નામના શખસની કુલ 18 લાખના એમ.ડી ડ્રગ્સ અને એક ફોર વ્હીલર ગાડી એમ કુલ મળીને 21 લાખના મુદ્દમાલ સાથે ધરપકડ કરી લીધી છે. રાજસ્થાનથી આ ડ્રગ્સનો જથ્થો સાબરકાંઠા થઈને અમદાવાદ લાવવામાં આવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ગિરફ્તમાં આવેલો શાહરૂખ ખાન પઠાણ નામનો આ યુવાન જેસીબી મશીનનો ચલાવતો હતો અને એમ.ડી ડ્રગ્સનો નશો પણ કરતો હતો. રૂપિયા ખૂટી પડતાં આરોપીએ ડ્રગ્સની હેરાફેરી શરૂ કરી દીધી હોવાની કેફિયત આરોપી શાહરૂખાન પઠાણે ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ કરી છે. ઉપરાંત આ ડ્રગ્સનો જથ્થો કોની પાસેથી મંગાવવામાં આવ્યો હતો અને અમદાવાદમાં કોને આ સફેદ ઝેર આપવાનું હતું. તે તમામ લોકોના નામ ઠામ પોલીસે મેળવી લીધા છે. આગામી સમયમાં અન્ય ત્રણેય આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરી લેવામાં આવશે.

ડ્રગ્સની ખેપના શાહરૂખને 20 હજાર મળવાના હતા
રાજસ્થાનથી બાદશાહે આ એમ.ડી ડ્રગ્સનો જથ્થો સાબરકાંઠાના હિંમતનગર ખાતે લાવવામાં આવ્યો હતો. હિંમતનગરથી અમદાવાદમાં જુહાપુરાના ફતેહવાડી કેનાલ નજીક એક વ્યક્તિને આ એમ.ડી ડ્રગ્સનો જથ્થો આપવાનો હતો અને આ એક ખેપના શાહરૂખખાન પઠાણને રૂપિયા 20,000 મળવાના હતાં. આ આગઉ પણ આરોપી ત્રણથી વધુ વખત એમ.ડી ડ્રગ્સની ખેપ એટલે કે ડિલિવરી કરી ચૂક્યો હોવાની માહિતી પોલીસ સમક્ષ આવી ચૂકી છે.

રાજસ્થાનથી વેચાણ અને સાબરકાંઠાના વ્યક્તિનો લોજેસ્ટિક સપોર્ટ
હાલ ક્રાઇમ બ્રાન્ચે આરોપી શાહરૂખાન પઠાણની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે બીજી તરફ આરોપીની પૂછપરછમાં રાજસ્થાનનો એક વ્યક્તિએ એમ.ડી ડ્રગ્સનો જથ્થો આપ્યો હતો અને સાબરકાંઠાના વ્યક્તિએ લોજેસ્ટિક સપોર્ટ પૂરો પાડ્યો હતો. અમદાવાદનો શખસ કે જેને ડ્રગ્સ રિસીવ કરવાનું હતું આ તમામ આરોપીઓની ભાળ મેળવવાની કવાયત ક્રાઇમ બ્રાન્ચે કરી લીધી છે.

કારંજ પોલીસે નાસીર સામે 2 ગ્રામ ડ્રગ્સનો કેસ નોંધાયો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની સાથે કારંજ પોલીસે નાસીર ખાન ઉર્ફે બલ્લીની ધરપકડ કરી છે, જેની સામે સંખ્યાબંધ ગુનાઓ નોંધાયો છે. નાસીર બલી પટવા શેરીમાં હતો. ત્યારે રાતે પેટ્રોલિંગમાં નીકળેલા એક અધિકારીને સાથે ગાળાગાળી કરી હતી. તે સમયે અધિકારી ત્યાંથી નીકળી ગયા હતા. હવે આ નાસીર બલ્લી સામે પોલીસે બે ગ્રામ ડ્રગ્સનો ગ્રામ ડ્રગ્સનો કેસ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...