તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોબાઇલ સ્નેચર ઝડપાયો:યુવતી સ્કૂટર લઈને જતી હતી, ત્યારે હાથમાંથી મોબાઈલ લઈને ભાગી જતા યુવકને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી - Divya Bhaskar
ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી
 • મોજશોખ માટે રૂપિયાની જરૂર હોવાથી આરોપી મોબાઈલ સ્નેચિંગ કરતો થયો

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પસાર થતા લોકોને ટાર્ગેટ બનાવતી ગેંગના માસ્ટરમાઇન્ડને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે. મોજશોખ માટે યુવતી સહિત બીજા શખ્સોના હાથમાંથી મોબાઈલ સ્નેચિંગ કરતા 19 વર્ષના યુવકને ઝડપી લીધો છે. પોલીસે આરોપી પાસેથી મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી અન્ય આરોપીઓને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.

આરોપી પાસેથી પકડાયેલો મુદ્દામાલ
આરોપી પાસેથી પકડાયેલો મુદ્દામાલ

પોલીસે બાતમીને આધારે આરોપીને પકડ્યો
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, શહેરના પૂર્વ વિસ્તારમાં મોબાઇલની ચીલ ઝડપ કરતા આરોપી ફરી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને રાજ ઉર્ફે પાલની અટકાયત કરી હતી.

વિરાટનગરમાં યુવતીને છરી મારી હતી
પોલીસે તેની અંગઝડતી કરતા તેની પાસેથી અલગ અલગ કંપનીના 1.57 લાખની કિંમતના મોબાઇલ ફોન મળી આવ્યા હતાં. જે અંગે તેની પૂછપરછ કરતા પોલીસને જાણવા મળ્યું કે, આરોપીએ શહેરના વિરાટનગર વિસ્તારમાં એક યુવતી સ્કૂટર લઇને પસાર થતી હતી. ત્યારે આ શખ્સે તેની પાસેથી મોબાઈલ ઝૂંટવી લીધો હતો. ત્યારબાદ અન્ય એક શખ્સ પાસેથી મોબાઈલ લઈને તેને છરી મારી દીધી હતી.

મોજશોખ માટે કરતો હતો સ્નેચિંગ
આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, તેને મોજશોખ માટે રૂપિયાની જરૂર હતી. ત્યારે તેણે મિત્રો સાથે મળીને મોબાઈલ સ્નેચિંગ કરવાનું શરૂ કર્યું હતું. હાલ આરોપીઓ સાથે અન્ય કેટલાક લોકો ભેગા હતા તેની તપાસ ક્રાઇમબ્રાન્ચે શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો