અમદાવાદ ક્રાઈમ ન્યૂઝ:ક્રાઈમ બ્રાન્ચે 5 ડ્રગ્સ પેડલરને ઝડપ્યા, 4 આરોપી વિરુદ્ધ અગાઉ 33 ગુના નોંધાયેલા છે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે થોડા દિવસ અગાઉ ડ્રગ્સના જથ્થા સાથે 4 આરોપીઓની ધરપકડ કરી હતી જેમની તપાસમાં અમદાવાદના 5 પેડલરને આ ડ્રગ્સ આપવાની વિગત સામે આવી હતી જેથી ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સ લેવા આવનાર 5 પેડલરને ઝડપી પાડ્યા છે.આ પાંચ પેડલર પૈકી 4ના વિરુદ્ધમાં 33 ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ચુક્યા છે.

ક્રાઈમ બ્રાન્ચે મુંબઈથી ડ્રગ્સ લઈને આવી રહેલા 4 આરોપીઓને 13 ઓગસ્ટે ઝડપી પાડ્યા હતા.આ આરોપીઓ અમદાવાદના 5 પેડલરને ડ્રગ્સ વેચવાના હતા.ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે અલતમસ મન્સૂરી,સમીરખાન પઠાણ,શબ્બીર શેખ,શાહિદ કુરેશી અને સમીરુંદીન શેખની ધરપકડ કરી છે.આરોપીઓ પૈકી સમીરખાન વિરુદ્ધમાં 5 ગુના, શબ્બીર શેખ વિરુદ્ધમાં 2 ગુના, શાહિદ કુરેશી વિરુદ્ધમાં 6 ગુના અને સમીરૂદીન શેખ વિરુદ્ધમાં 20 ગુના નોંધાયેલા છે.સમીરૂદિન અગાઉ 40 જેટલા ચેન સ્નેચિંગના ગુનાઓમાં પકડાયેલો છે..

અન્ય સમાચારો પણ છે...