તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોબાઈલ ચોર:સેટેલાઈટ, ઘાટલોડિયા, બોપલ, વસ્ત્રાપુરમાં 150થી વધારે ફોન ચોરનાર 2 ચોરને ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યા, 107 મોબાઈલ કબજે કર્યા

અમદાવાદ2 મહિનો પહેલા
ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ શહેરના પોશ વિસ્તારોમાં મોબાઈલ ચોરને ઝડપી પાડ્યા
  • બંને શખસે કન્સ્ટ્રક્શન સાઈટના મજૂરો સહિત દુકાનોમાં મોબાઈલ ચોરી કરી હતી
  • બંને ચોર મોબાઈલ વેચવા નીકળતા ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે પકડી પાડ્યા

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં કન્સ્ટ્રકશન સાઇટ પર કામ કરતા મજૂર અને અન્ય દુકાનોમાંથી એક બે નહીં પણ 100થી વધુ મોબાઈલ ફોનની ચોરી કરતા બે શખસોને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે. તેમણે સેટેલાઇટ ,ઘાટલોડિયા, આનંદનગર,વસ્ત્રાપુર,બોપલ જેવા વિસ્તારોમાં ચોરીને અંજામ આપ્યો હતો. આરોપીઓ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે 107 મોબાઈલ ફોન કબજે કર્યા છે.

બંને ચોરીના ફોન વેચવા નીકળ્યા હતા
અમદાવાદના સેટેલાઇટ ,ઘાટલોડિયા, આનંદનગર,વસ્ત્રાપુર,બોપલ જેવા વિસ્તારમાં 150થી વધુ ફોનની ચોરી કરનાર જયેશ ઉર્ફે જયલો અને સતીષ ઉર્ફે સત્યાને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓ શહેરમાં ચોરીના ફોન વેચવા માટે ફરતા હતા, ત્યારે ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે જેના આધારે બન્ને શકમદની અટકાયત કરતા તેમની પાસે 107 મોબાઈલ મળી આવ્યા હતા.

કન્સ્ટ્રક્શન સાઈટના મજૂરો તથા મોબાઈલ શોપમાં બંને મોબાઈલ ચોરતા
કન્સ્ટ્રક્શન સાઈટના મજૂરો તથા મોબાઈલ શોપમાં બંને મોબાઈલ ચોરતા

બંને રીક્ષા લઈને રેકી કરતા
ક્રાઇમબ્રાન્ચે આરોપીઓની સઘન પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓ રોજ રીક્ષા લઈને શહેરની અંદર કન્સ્ટ્રક્શન સાઇટની રેકી કરતા હતા.ત્યાર બાદ વહેલી સવારે સાઇટ પર સુતા મજૂરોના મોબાઈલ ચોરી કરતા હતા.એટલું જ નહીં આરોપીઓ દિવસ દરમિયાન દુકાનોમાં ફરતા હતા અને દુકાનદારોની નજર ચૂકવીને તેમના ફોન ચોરી લેતા હતા.હાલ આરોપીઓ પાસે ગુનાની વિગત મેળવવું માટે પ્રયાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો