ક્રિકેટનો સટ્ટો:અમદાવાદમાં લક્ઝુરિયસ કારમાં બેસી IPL મેચ પર સટ્ટો રમાડતા યુવકની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • આરોપીના મોબાઈલમાંથી સિલ્વર બેટ 777 નામની વેબસાઈટ મળી આવી હતી

IPL મેચની સિઝન દરમિયાન ઓનલાઇન સટ્ટા રેકેટ ચાલતું હોય છે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સટ્ટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. લક્ઝુરિયસ કારમાં મોબાઈલ પર સટ્ટો રમાડતા બુકીની ક્રાઈમ બ્રાન્ચે એરપોર્ટ સર્કલ પાસેથી ધરપકડ કરી છે. આરોપીના મોબાઈલમાંથી સિલ્વર બેટ 777 નામની વેબસાઈટ મળી આવી હતી. જેના પર પોતે સટ્ટો રમાડતો હતો. તેની પાસે મોબાઇલના PDFમાં 66 અલગ અલગ માસ્ટર અને સુપર માસ્ટર આઈડી મળી આવ્યા હતા જેમાં 11 આઈડી એક્ટિવ હતા. પોલીસે કાર મોબાઈલ કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી છે.

અમદાવાદ ક્રાઈમબ્રાંચની ટીમને બાતમી મળી હતી કે લક્ઝુરિયસ કારમાં એક વ્યક્તિ મોબાઈલમાં ઓનલાઇન સટ્ટો રમાડે છે અને એરપોર્ટ સર્કલ પાસેથી પસાર થવાનો છે જેના આધારે પોલીસે વોચ ગોઠવી એન્ડોવર કાર આવતા તેને રોકી હતી. કારચાલક અર્જુન અલગોતર (ઉ.વ.30 રહે. ગામ ભુરખી, ધોળકા)ની અટકાયત કરી હતી. તેની પાસે રહેલા મોબાઈલમાં તપાસ કરતા સિલ્વર બેટ 777 નામની વેબસાઈટ મળી આવી હતી જેના પર પોતે એડમિન આઈડીથી સટ્ટો રમાડતો હતો. એડમીન આઈડી તેના બે ભાગીદાર રુષાગ પટેલ અને પાર્થ પટેલે લીધા હોવાનું જણાવ્યું હતું. બંને તેમાં 40-40 અને પોતે 20 ટકાનો ભાગીદાર છે. તેની પાસે મોબાઇલના PDFમાં 66 અલગ અલગ માસ્ટર અને સુપર માસ્ટર આઈડી મળી આવ્યા હતા જેમાં 11 આઈડી એક્ટિવ હતા. પોલીસે કાર મોબાઈલ કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...