વસ્ત્રાપુરમાં એક જ દિવસે બનેલી બે અલગ-અલગ લૂંટની ઘટનામાં એક આરોપીને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો છે. નશાની કુટેવને પગલે લૂંટને અંજામ આપતા આ શખ્સ પાસેથી પોલીસે હથિયાર પણ કબ્જે કર્યું છે. શહેરમાં લૂંટારું ગેંગ જાણે એક્ટીવ થઈ હોય તેમ બેફામ લૂંટનાં ગુનાઓને અંજામ આપી રહી છે. જેમાં લૂંટનાં ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી સુરેશ ઉર્ફે રઘુ પ્રજાપતિ અને કાયદાના સંઘર્ષ રહેલા સગીરની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.
પોલીસે ટુવ્હિલર પણ કબ્જે કર્યું
પોલીસે પકડાયેલા આરોપી પાસેથી દેશી તમંચો કબજે કરી બન્ને લૂંટનાં ગુનાનો ભેદ ઉકેલાયો છે. થોડા દિવસ અગાઉ થલતેજ પાસે બાઈક ચાલકને રોકી લૂંટ ચલાવવામાં આવી હતી અને આલ્ફા મોલ પાસે લુંટારુંઓ ફરાર થઈ ગયા હતા. જે ગુનામાં ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડી ગુનામાં વપરાયેલા ટુ વ્હીલર કબજે કર્યું છે. પોલીસની તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, ગુનામાં વપરાયેલા ટુ વ્હીલર પોતાના મિત્ર નિમેષ નમ્હા પાસેથી લઈ લૂંટને અંજામ આપવા નીકળ્યા હતા. અગાઉ વસ્ત્રાપુર પોલીસે લૂંટના ગુનામાં વાહન માલિક ધરપકડ કરી હતી.
કઈ-કઈ જગ્યાએ લૂંટ કરી હતી?
આરોપી સુરેશ ઉર્ફે રઘુ પ્રજાપતિ નશાની ટેવ ધરાવતો હતો. જેને પગલે નશો કરવા પૈસા મેળવવા લૂંટના ગુનાને અંજામ આપવા પ્લાન કરતા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં અગાઉ પણ પકડાયેલા આરોપી સુરેશ પ્રજાપતિએ દોઢ માસ પહેલા ઇન્કમટેક્ષ અંડર બ્રિજ પાસે વાહન ચાલકને રોકી પર્સ લૂંટી લીધું હતું. ત્યારબાદ મેમનગર પાસે એક યુવકને રોકી મોબાઈલ ફોન લૂંટી લીધો હતો. આમ દેશી તમંચાથી આરોપી એકલ-દોકલ લોકોને ડરાવી લૂંટ ચલાવતો હતો .
અગાઉ પણ ગુનામાં ઝડપાયેલો હતો
સુરેશ ઉર્ફે રઘુ પ્રજાપતિ ઉદયપુરમાં પણ વાહન ચોરીમાં ગુનામાં પકડાઈ ચુકેલો છે. પરંતુ લૂંટ અંગે વાહન ચોરીને પોતાનો વ્યવસાય બનાવી ચૂક્યો હોય એમ પોતાની પૈસાની જરૂરીયાત પૂરી કરવા હથિયારની અણીએ લૂંટ ચલાવતો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.