તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુનાવણી:અમદાવાદના 2008ના બોમ્બ બ્લાસ્ટ કેસના આરોપીને ક્રાઈમ બ્રાન્ચ પકડી લાવી, કોર્ટે પરત મોકલવાનો હૂકમ કર્યો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ક્રાઈમ બ્રાંચ દ્વારા આરોપીને રોડ માર્ગે રાજસ્થાનથી અમદાવાદ લવાયો - Divya Bhaskar
ક્રાઈમ બ્રાંચ દ્વારા આરોપીને રોડ માર્ગે રાજસ્થાનથી અમદાવાદ લવાયો
  • આતંકી સલામનને બુલેટ પ્રુફ પોલીસ વાહન અને કડક પોલીસ સુરક્ષા સાથે રોડ માર્ગે રાજસ્થાનથી અમદાવાદ લાવવામાં આવ્યો.
  • ક્રાઈમ બ્રાન્ચે પણ આરોપીની ઉમર અંગેના પુરાવા રજુ કરવામાં ગફલત કરી

અમદાવાદમાં વર્ષ 2008માં સિરિયલ બ્લાસ્ટ કેસમાં વોન્ટેડ આતંકી સલમાનની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનથી ટ્રાન્સફર વોરન્ટના આધારે ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાંચ દ્વારા છેલ્લા ઘણા સમયથી આ આતંકીની ટ્રાન્સફર વૉરન્ટથી ધરપકડ કરવા માટેની કાયદાકીય પ્રકિયા ચાલી રહી હતી. અંતે વર્ષો બાદ ટ્રાન્સફર વોરન્ટથી ધરપકડ કરવામાં સફળતા મળી છે. આતંકી સલામનને બુલેટ પ્રુફ પોલીસ વાહન અને કડક પોલીસ સુરક્ષા સાથે રોડ માર્ગે રાજસ્થાનથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ લાવવામાં આવ્યો હતો. બાદમાં તેને જુવેનાઈલ કોર્ટમાં રજુ કરવાની જગ્યાએ મેટ્રો કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત ક્રાઈમ બ્રાંચે કોર્ટમાં અસલ જન્મના પુરાવાની જગ્યાએ નકલ રજુ કરી હતી.

ક્રાઈમ બ્રાંચે ઉંમરના પુરાવા રજુ કરવામાં ગફલત કરી
સિરિયલ બલાસ્ટ કેસના આરોપી આતંકી સલમાનને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આતંકીના વકીલ દ્વારા કોર્ટમાં એવી દલીલ કરવામાં આવી હતી કે રાજસ્થાન હાઈકોર્ટમાં આરોપી વિરુદ્ધ કેસની સુનાવણી હજી ચાલી રહી છે જેથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને તેની કસ્ટડી આપી શકાય નહી. બીજી બાજુ ક્રાઈમ બ્રાન્ચે પણ આરોપીની ઉમર અંગેના પુરાવા રજુ કરવામાં ગફલત કરી નાખી હતી.

કોર્ટે આરોપીને જયપુર પરત મોકલવાનો ઓર્ડર કર્યો
આરોપીના વકીલ દ્વારા એવી દલીલો કરવામાં આવી હતી કે જ્યારે ગુનો આચરવામાં આવ્યો ત્યારે આરોપી જુવેનાઈલ હતો જેથી તેણે જુવેનાઈલ કોર્ટ સમક્ષ જ રજુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. મેટ્રો કોર્ટે સલમાનને પરત જયપુર ખાતે મોકલી આપવાનો ઓર્ડર કર્યો હતો જેથી આજે વર્ષોથી ક્રાઈમ બ્રાન્ચ આંતકી સલામનની કસ્ટડી મળે તેવી ઈચ્છા હતી જો કે તેની કસ્ટડી મળી નથી અને પરત જયપુર મોકલવામાં આવ્યો છે.

આતંકીની કસ્ટડી ક્રાઈમ બ્રાંચના હાથમાંથી સરકી ગઈ
આ ખૂંખાર આતંકી સલમાન સાદ ઉર્ફે છોટુ ઉર્ફે શાહિદ ઉર્ફે આકીબ ઉર્ફે સમીર મહંમદ શકીલ અહેમદ વર્ષ 2008 જયપુર બ્લાસ્ટ કેસમાં ફાંસીની સજામાં કાપી રહ્યો છે ત્યારે આતંકી સલમાન સાદ મહંમદ શકીલ અહેમદ મૂળ ઉત્તરપ્રદેશના આઝમગઢના સંજારપુર ગામનો વાતની છે. આતંકી સલમાનને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરી હોવાનું બતાવવામાં નિષ્ફળ ગઈ છે. કાયદાકીય અટકળો અને ક્રાઈમ બ્રાંચની થોડી નિષ્કાળજીના કારણે આજે આતંકી સલામનની કસ્ટડી ક્રાઈમ બ્રાન્ચના હાથમાંથી સરકી ગઈ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો