તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લેન્ડ ગ્રેબિંગ એક્ટ:વસ્ત્રાપુરમાં સરકારી જમીન પર 100 દુકાન, મકાન બાંધી ભાડે આપનારા બે સામે ગુનો

અમદાવાદ16 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • NFD સર્કલ પાસે જમીન પચાવી પાડનારા બંને ભૂમાફિયા સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો
 • સરકારની નોટિસ છતાં જગ્યા ખાલી ન કરતાં તલાટીએ પોલીસમાં ફરિયાદ કરી હતી

વસ્ત્રાપુર એનએફડી સર્કલ પાસે આવેલી સરકારી જમીન પચાવી પાડનારા ભૂમાફિયા તેવા 2 સગા ભાઈ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. આ બંને ભૂમાફિયાએ સરકારી જમીન પચાવી પાડીને તેના પર ગેરકાયદે 100 જેટલાં મકાન અને દુકાન બનાવી લોકોને ભાડે આપીને મહિને લાખો રૂપિયાનું ભાડું ઉઘરાવતા હતાં.

એનએફડી સર્કલ પાસે સરકારી વસાહતની બાજુમાં આવેલી સરકારી જમીન 1975માં ગુજરાત પ્રકૃતિ મંડળને ફાળવી હતી. પરંતુ આ જમીન પર માયાભાઈ સેંઘાભાઈ ભરવાડ અને સતાભાઈ સેંઘાભાઈ ભરવાડે કબજો કર્યો હતો અને તે જમીન પર ગેરકાયદેસર 80થી 90 કાચા-પાકાં મકાનો અને 8થી10 જેટલી દુકાનો બનાવી દીધી હતી. આ મકાનો અને દુકાનો અલગ-અલગ લોકોને ભાડેથી આપી દીધી હતી.

જોકે, આ વાત સરકારના ધ્યાને આવતા માયાભાઈ અને સતાભાઈને જમીન ખાલી કરવા નોટિસ આપી હતી. પરંતુ બંનેએ જમીન ખાલી કરી ન હતી. જેથી તલાટી નિકુલ મણિભાઈ ચૌધરીએ માયાભાઈ અને સતાભાઈ વિરુદ્ધ બુધવારે રાતે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ 2 ગુના નોંધાવ્યાં છે. જેના આધારે વસ્ત્રાપુર પોલીસે બંને ભાઈઓની ધરપકડ કરવા તજવીજ આદરી છે.

બંનેને મહિને 4થી 5 લાખ ભાડાની આવક થતી હતી
નિકુલ કુમારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, માયાભાઈએ 40 કાચા-પાકા મકાનો જ્યારે સતાભાઈએ 9 દુકાન અને 32 મકાનો બનાવ્યાં હતાં. જ્યારે પોલીસે તપાસ કરતા માયાભાઈ અને સતાભાઈને આ મકાનો અને દુકાનો ભાડે આપીને ભાડુઆતો પાસેથી મહિને રૂ.4 થી 5 ભાડંુ વસૂલ કરતા હતા. તે જોતાં બંનેએ અત્યાર સુધીમાં સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરી ભાડાના કરોડો રૂપિયા ઘરભેગાં કર્યાં હતાં.

ભાડુઆતો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા
માયાભાઈ અને સતાભાઈએ વર્ષો પહેલાં આ સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરી દુકાનો-મકાનો બનાવીને ભાડે આપી દીધાં હતાં. જેથી વર્ષોથી આ જગ્યાએ રહેતા અને દુકાન ધરાવતા વેપારીઓને જ્યારે ખબર પડી કે માયા અને સતાભાઈ સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. તેથી હવે આ મકાનો-દુકાનો સરકાર ગમે ત્યારે તોડી પાડશે. જેથી ત્યાં રહેતા અને દુકાન ધરાવતા વેપારીઓ પોલીસ સ્ટેશને દોડી આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો