તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:લાંચ-જાતીય સતામણીના કેસમાં વડોદરાની મેડિકલ કોલેજના પ્રોફેસર સામે ગુનો

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શૈલેષ નાગર સામે સીઆર લખવા માટે દોઢ લાખની માગ, મહિલાઓ સાથે બીભત્સ વાતો કર્યાનો આક્ષેપ

વડોદરા, મેડિકલ કોલેજના એનોટોમી વિભાગના તત્કાલીન વડા ડૉ એસ.કે.નાગર સામે એસીબીએ લાંચ અને મહિલાઓની જાતીય સતામણીનો ગુનો નોંધ્યો છે. હાલ તેઓ જામનગર એમ.પી.શાહ મેડિ. કોલેજ માં ફરજ બજાવી રહ્યા છે.

વડોદરામાં મેડિકલ કોલેજમાં અનોટોમી વિભાગના વડા અને પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડૉ શૈલેષ કુમાર નાગર વર્ગ 1 પોતાની નીચેના પ્રાધ્યાપકોનો સીઆર લખવા માટે પૈસાની માંગણી કરે છે અને ખાસ કરીને મહિલાઓ સાથે અભદ્ર ભાષા વાપરી બીભસ્ત સવાલો કરે છે. પૂર્વગ્રહ રાખી લોકોને માનસિક ત્રાસ આપી રહ્યાં છે એવી અરજી ગાંધીનગર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવને મળી હતી, જેના આધારે આ મામલે તપાસ કરવા એન્ટિકરપ્શન બ્યુરો અમદાવાદ એકમને તપાસ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

એસીબીએ આ અંગે અલગ-અલગ લોકોના નિવેદનો લીધા હતા. તેમજ વીડિયો ફૂટેજ મેળવી તેનું ટેકનિકલ પૃથક્કરણ કરતા એવું બહાર આવ્યું હતું કે ડૉ એસ.કે.નાગરે સીઆર રિપોર્ટ લખવા માટે રૂ.દોઢ લાખની લાંચની માંગણી કરી હતી. તેમજ મહિલા અરજદારોને જાતીય સતામણી કરવાના ઈરાદે તેમની સાથે બીભત્સ ભાષાનો પ્રયોગ કરી તેમને માનસિક રીતે હેરાન કર્યા હતા. આખરે ટેકનિકલ પૃથક્કરણના આધારે ડોક્ટર એસ.કે. નાગર વિરુદ્ધ લાંચની માંગણી કરવી તેમજ જાતીય સતામણી કરવાનો ગુનો એન્ટિકરપ્શન બ્યૂરો દ્વારા દાખલ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...