તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામાનો ભંગ:ગ્રીન ફાયર ક્રેકર્સ સિવાયના ફટાકડા વેચતા 7 સામે ગુનો, સરખેજમાંથી ચાર, સાબરમતીમાંથી 2 અને રાણીપમાંથી 2 ફેરિયાની ધરપકડ

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

શહેરના સરખેજ, રાણીપ અને સાબરમતી વિસ્તારમાં લારીમાં ગ્રીન ફાયર ક્રેકર્સ સિવાયના ફટાકડા વેચતા 7 ફેરિયા સામે પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે. આંબલી - બોપલ બ્રિજ ઉપર લારીમાં ગ્રીન ફાયર ક્રેકર્સ સિવાયના ફટાકડા વેચી રહેલા નટવર પટણી, સરખેજ ઢા‌ળ ચાર રસ્તા ઉપર લારીમાં ગ્રીન ફાયર ક્રેકર્સ સિવાયના ફટાકડા વેચતા ઈશાક મહંમદ શેખ, લતીફ પીલુડિયા અને સરખેજ ગામ ગોલ્ડન હાઉસ પાસે લારીમાં વેચાણ કરી રહેલા સરફરાજ મેમણ(20) વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.

આ ઉપરાંત સાબરમતી રામનગર પૂખરાજ હોસ્પિટલ સામે ફટાકડા ફોડી રહેલા નરેન્દ્રકુમાર નાઈ અને વિપુલ નાઈ (ચાંદખેડા)ની સાબરમતી પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે રાણીપ શાક માર્કેટમાં પોલીસની મંજૂરી વગર તેમજ ફાયર સેફટીની કોઇ વ્યવસ્થા રાખ્યા વગર લારીમાં ગ્રીન ફાયર ક્રેકર્સ સિવાયના ફટાકડાનું વેચાણ કરતા પ્રકાશભાઇ પટણીની રાણીપ પોલીસે ધરપકડ કરી હતી. રાણીપ બલોલનગર ચાર રસ્તા પાસે નિયમોનું પાલન કર્યા વગર લારીમાં ફટાકડાનું વેચાણ કરી રહેલા સીતાબહેન બાબુભાઇ પટણી વિરુદ્ધ રાણીપ પોલીસે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો