ધમકી:સાબરમતીમાં આરતીમાં ધમાલ કરનાર 3 સામે ગુનો

અમદાવાદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાબરમતીની એક સોસાયટીમાં રહેતા 2 યુવક અને તેનો મિત્ર નવરાત્રીમાં માતાજીની આરતી દરમિયાન બૂમો પાડીને મસ્તી કરતા હતા, જેથી સોસાયટીના સભ્યોએ ના પાડતા ત્રણેયે ધમકી આપતા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

સરસ્વતિ સોસાયટીમાં રહેતા મહેન્દ્ર દરજી(42)ની ફરિયાદ મુજબ તેમની સોસાયટીમાં રહેતા કલ્પેશસિંહ ગાહિમા અને હર્ષદ મકવાણાના ઘરે અવારનવાર તેમનો મિત્ર વિશાલ રાવત આવતો અને ત્રણેય મિત્રો સોસાયટીના ગેટ પર મોડે સુધી બેસી રહેતા હતા. તેમને ના પાડવામાં આવી છતાં તેઓ ત્યાં બેસી રહેતા હતા.

નવરાત્રી દરમિયાન મંગળવારે રાતે માતાજીની આરતી દરમિયાન વિશાલે સોસાયટીમાં આવી તેના બંને મિત્રો કલ્પેશ અને હર્ષદને લઈને એક બ્લોકના ધાબા પર જઇ ત્રણેય જણાં બૂમબરાડા પાડી મસ્તી કરતા હતા, જેથી મહેન્દ્રભાઈ તેમજ અન્ય સભ્યોએ તેમને કહ્યું કે,બૂમબરાડા ના કરો તો ત્રણેયે મહેન્દ્રભાઈને ગાળો બોલી ધમકી આપી હતી. માથાકૂટ થયા બાદ પોલીસને ફોન કરીને બોલાવી કલ્પેશ, હર્ષદ અને વિશાલ વિરુધ્ધ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...