IPL ફાઈનલના જુઓ PHOTOS:રાજસ્થાન-ગુજરાતની ફાઈનલ મેચ પહેલાં મોદી સ્ટેડિયમ બહાર ક્રિકેટ લવર્સનું કીડિયારું; ગ્લેમર, પોલિટિક્સ ઝળક્યું

3 મહિનો પહેલા
  • ક્લોઝનિંગ સેરેમની અને ફાઈનલ મેચ જોવા માટે દર્શકોમાં અનેરો ઉત્સાહ

અમદાવાદના મોટેરામાં આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ સ્થિત વિશ્વના સૌથી મોટી ક્રિકેટ સ્ટેડિયમ એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈન્ડિયન પ્રિમિયર લિગ (IPL)ની ફાઈનલ મેચ યોજાવાની છે. ત્યારે ક્લોઝનિંગ સેરેમની અને ફાઈનલ મેચ જોવા માટે દર્શકોમાં અનેરો ઉત્સાહ છે. ક્રિકેટરસિયા સ્ટેડિયમ પહોંચી ગયા છે. ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સને સપોર્ટ કરવા ક્રિકેટરસિયા પહોંચી ગયા છે. ત્યારે સ્ટેડિયમ બહાર ક્રિકેટ, લવ અને પોલિટિક્સની ત્રિવેણી સંગમનો થયો હતો. આ બધામાં લોકોને મળશે એન્ટરટેઇનમેન્ટ... એન્ટરટેઇનમેન્ટ... એન્ટરટેઇનમેન્ટ.

મેચ જોવા અબાલ વૃદ્ધ સૌ કોઈ ક્રિકેટરસિયા પહોંચ્યા
દર્શકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રવેશ મેળવે એ પહેલાં સ્ટેડિયમ બહાર ભારે ભીડ જોવા મળી છે. અહીં બંને ટીમોને ચીયર્સ કરવા માટે ફેન્સ મોટી સંખ્યામાં અબાલવૃદ્ધ સૌ કોઈ પહોંચી ગયા છે. એટલું જ નહીં, બંને ટીમોને ચીયર્સ કરવા માટે ફેન્સ જે તે ટીમની ટી-શર્ટ પહેરી છે. કોઈએ ચહેરા પર ત્રિરંગો બનાવડાવ્યો છે. તો કોઈએ પોતાની મનપસંદ ટીમને સપોર્ટ કરવા માટે નામ લખાવ્યા છે. કેટલાક ચાહકોએ પર્યાવરણને લગતાં મેસેજ સાથેના સંદેશા દર્શાવતાં બેનર્સ અને ટેટું બનાવ્યા છે. તો ક્રિકેટમાં પણ રાજકારણ જોવા મળ્યું છે. એક ગૃપ ભાજપની ટોપી સાથે મેચ જોવા પહોંચ્યું છે. આ બધામાં ગ્લેમર્સ પણ સૌને ખેંચી રહ્યું છે. બંને ટીમોને સપોર્ટ કરવા મોટી સંખ્યામાં યુવાઓ અને યુવતીઓ પહોંચી છે.

ફાઈનલ મેચમાં સ્ટેડિયમમાં દર્શકોએ પ્રવેશ મેળવ્યો
નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આઈપીએલની ફાઈનલ મેચ જોવા દર્શકો સ્ટેડિયમ ખાતે પહોંચી ગયા છે. સ્ટેડિયમ તરફ આવવાના તમામ રસ્તાઓ પર વાહનોની અવરજવર બંધ કરી દેવાઈ છે. લોકો પોતાની પસંદની ટીમની ટી-શર્ટ પહેરીને ટીમનો ઉત્સાહ વધારવા માટે પહોંચ્યા છે. આજે ફાઇનલ મેચ હોવાને કારણે બપોરે ત્રણ વાગ્યાથી લોકોને પ્રવેશ આપી દેવાયો છે. ક્રિકેટરસિયાઓ હાથમાં અલગ-અલગ સ્લોગનના બોર્ડ સાથે પોતાની ટીમને ચિયર્સ કરવા માટે પહોચ્યાં છે.

પોતાની ટિકિટો સાચવીને રાખવા સૂચના
બંને ટીમ વચ્ચેની મેચ અને ક્લોઝિંગ સેરેમની માટે દર્શકોને પ્રવેશ અપાયો છે. સ્ટેડિયમમાં પ્રવેશ મેળવવા માટે હૈયેહૈયા દળાયા એટલી ભીડ ઉમટી છે અને સ્ટેડિયમ ભરાઈ રહ્યું છે. સ્ટેડિયમની બહાર લોકોને પોલીસ દ્વારા સતત લાઉડસ્પીકરથી એનાઉન્સમેન્ટ કરી અને પોતાના પર્સ, મોબાઈલનું ધ્યાન રાખવા ચેતવણી અપાઈ છે. પોતાની ટિકિટો પણ સાચવીને રાખવા માટે સૂચના અપાઈ રહી છે. સાથેસાથે દર્શકોને તાત્કાલિક ધોરણે સ્ટેડિયમમાં પ્રવેશ મેળવી લેવા એનાઉન્સમેન્ટ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...