તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સરકારનો નિર્ણય:ઠગાઈમાં કાપડના વેપારીઓના કરોડો ફસાતાં ‘સીટ’ની રચના, મસ્કતી મહાજને રજૂઆત કરી હતી

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

કાપડ બજારમાં છેતરપિંડીના સતત વધતા જતા કેસ મુદ્દે મસ્કતી મહાજને સરકારને રજૂઆત કરતાં પોલીસ અધિકારીઓની સીટની રચના કરવાનો આદેશ આપ્યો છે. શહેરના નાના મોટા કાપડના વેપારીઓ સાથે છેતરપિંડી કરી નાણાં નહીં આપતી ગેંગ સક્રિય બની છે. જેના કારણે છેલ્લા એક વર્ષમાં અંદાજે રૂ. 50 કરોડથી વધારેનો માલ લઇને નાણાં ચૂકવાયા નથી.

આ ગેંગ એટલી પ્રોફેશનલ છે કે તેઓ વેપારીઓને તમામ રીતે ભોળવી લઇને વેપારીની શરત માનીને એક વખત માલ ઉપાડી લેતી હોય છે. ત્યારબાદ વેપારીઓને કોઇ જવાબ ન આપીને થકવી દે છે. અંતે વેપારીને નજીવી રકમ આપીને સોદો પૂરો કરી દેવામાં આવે છે. આમ વેપારીઓ પોતાના માલની ફરિયાદ કરી શકતા નથી અથવા તો માર્કેટમાં કાચા પડવાના ડરે બહાર આવતા નથી. આથી મસ્કતી મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગત, સેક્રેટરી નરેશ શર્મા અને કાંતિલાલ સંઘવીએ આ અંગે પોલીસ કમિશનર અને ગૃહમંત્રીને રજૂઆત કરતા સીટની રચવા આદેશ અપાયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો