અત્યારે મોબાઈલ અને ઈન્ટરનેટના નેટવર્ક માટે લોકોને વધુ હાઈસ્પીડ મળી રહે તે માટે 4G બાદ હવે 5Gનું સંશોધન થયું છે. પરંતુ 5G ટેકનોલોજી લોકો સુધી પહોંચાડવા માટે હજુ સરકાર અને પ્રાઈવેટ કંપનીઓ સામે મોટો પડકાર છે. ત્યારે અમદાવાદના યુવકે પોતાની વર્ષોની મહેનત બાદ લોકો સુધી 5G પહોંચે તે માટે ડિવાઈસ બનાવી છે. આ ડિવાઈસ વાયરલેસ અને રેડિએશન વિનાની છે.
ઓપ્ટિકલ વાયરલેસ કોમ્યુનિકેશન 5G ઈન્ટરનેટ પહોંચાડવા ઉપયોગી થશે
અમદાવાદના હાર્દિક સોની નામના યુવકે નવ વાયરલેસ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ કંપની ચલાવે છે. આ કંપનીમાં હાર્દિક સાથે અનેક યુવકો કામ કરી રહ્યા છે. આ કંપનીમાં ટેકનોલોજીના ડેવલોપમેન્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે. જેમાં કંપનીએ Li-Fi ટેકનિકની મદદથી ઓપ્ટિકલ વાયરલેસ કોમ્યુનિકેશનને(OWC) ડેવલોપ કરી છે. જે 5G ઈન્ટરનેટ પહોંચાડવા માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે.
10 ગણી ઝડપી ગતિએ સિસ્ટમને બિછાવી શકાય છે
OWC વાયરલેસ સિસ્ટમ છે જેથી તેમાં જમીન ખોદવા કે અન્ય કોઈ હેરાનગતિ થતી નથી. હજારો કિ.મી સુધીના અંતરમાં OWS વાયરલેસ પોઇન્ટ ટુ પોઇન્ટ કનેક્ટિવિટી પુરી પાડે છે. વાયર વાળા ઓપ્ટિકલ ફાયબરના ઈન્સ્ટોલેશનમાં ઘણો સમય લાગી શકે છે. જ્યારે OWS તેના કરતાં 10 ગણી ગતિએ બિછાવી શકાય છે. OWS એ અન્ય કરતા 60 ટકા કિફાયતી પણ છે. OWS માટે પરવાનગીની પણ જરૂર પડે તેમ નથી. આ સિસ્ટમમાં માત્ર 10 કિલોની જ એક ડીવાઈસ લાગશે.
વાવાઝોડા-ગરમીમાં પણ ડિવાઈસને નુકસાન નહીં થાય
આ અંગે હાર્દિક સોનીએ જણાવ્યું હતું કે, અમે કેન્દ્ર સરકારને પણ આ માટે પ્રપોઝલ આપ્યું હતું જે તેમને સ્વીકાર્યું છે. અત્યારે અમે ગુજરાત, લદાખ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં OWS લગાવી રહ્યા છે. OWS સિસ્ટમને ગરમી, વાવાઝોડા કે વરસાદની પરિસ્થિતિમાં પણ કોઈ નુકસાન નહીં થાય. આ એક વખત લગાવ્યા બાદ 15-20 વર્ષ સુધી ચાલશે.
શું છે Li-Fi ટેકનોલોજી?
લાઈ-ફાઈ ટેકનોલોજી મોબાઈલ વાયરલેસ ટેકનોલોજી છે, જે ડેટા ટ્રાન્સમિટ કરવા માટે રેડિયો ફ્રિકવન્સીના બદલે લાઈટનો ઉપયોગ કરે છે. તે વિઝ્યુઅલ લાઈટ સ્પેક્ટ્રમનો ઉપયોગ કરે છે. આ સિસ્ટમને હેક કરવું દેખીતી રીતે શક્ય નથી. વિઝિબલ લાઈટ સ્પેક્ટ્રમ સમગ્ર રેડિયો ફ્રિકવન્સી સ્પેક્ટ્રમ કરતા 10000 ગણું મોટું છું.
આ દેશોમાં Li-Fiનો ઉપયોગ થાય છે
વિશ્વના વિકસીત દેશો જેમ કે અમેરિકા, યુ.કે, ફ્રાન્સ, જાપાન, જર્મની તથા ઈસ્ટોનિયા વગેરે દેશોમાં આ ટેકનોલોજીનો ઉપયોગ સૌથી વધુ હોસ્પિટલ, શોપિંગ મોલ, એરલાઈન્સ ઈન્ડસ્ટ્રી, મેન્યુફેક્ચરિંગ તથા ઈન્ડસ્ટ્રીયલ ઓટોમેશનમાં Li-Fiનો ઉપયોગ કરવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.