ઓવરબ્રિજ પર ગાબડું:ખોખરાથી હાટકેશ્વર તરફના ઓવરબ્રિજ પર ગાબડાં પડ્યા, બ્રિજનો એક તરફનો રોડ બંધ કરાયો

અમદાવાદ6 મહિનો પહેલા
  • બ્રિજ પર ગાબડું પડતા તેની પર પતરાની આડાશો મૂકાઈ

અમદાવાદના ખોખરા અને સીટીએમ વિસ્તારને જોડતા છત્રપતિ શિવાજી ઓવરબિજ પર વધુ એક ગાબડું પડ્યું છે. ગાબડું પડતા બ્રિજનો એક તરફનો ભાગ વાહનચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. થોડાક મહિના પહેલા આ જ ઓવરબ્રિજ પર RCCના બનેલા રોડના પુલની ઉપર વચ્ચે ગાબડાં પડ્યા હતા.

આજે મંગળવારે બપોરે ફરી એકવાર આ ગાબડાઓની બાજુમાં વધુ એક ગાબડું પડતા બ્રિજના રોડ બનાવવાની ગુણવત્તા પર સવાલો ઉભા થયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્રિજ પર ગાબડું પડતા તેની પર પતરાની આડાશો મૂકીને ચારે બાજુ બેરીકેડ કરવામાં આવ્યું છે. અવારનવાર આ રીતે ગાબડાં પડતાં અનેક સવાલો ઉભા થયા છે.

અન્ય સમાચારો પણ છે...