તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોનાના કેસ બાદ દર્દીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા રેમડેસીવિર ઈન્જેક્શનની માંગમાં પણ વધારો થઈ રહ્યો છે. એવામાં હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સૂચના જાહેર કરી છે. જે મુજબ AMC દ્વારા એમઓયુ કરવામાં આવેલી ખાનગી હોસ્પિટલોએ દર્દીઓ માટે આ ઈન્જેક્શન જાતે મેળવવાના રહેશે.
કોવિડ હોસ્પિટલે જાતે રેમડેસીવિર ઈન્જેક્શન લાવવા પડશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેસન દ્વારા સોમવારે મોડી સાંજે રિલીઝ કરાયેલી યાદીમાં સ્વીકાર કરાયો છે કે, શહેરમાં સતત વધી રહેલા કોરોનાના કેસના કારણે રેમડેસીવિર ઈન્જેક્શનની માંગમાં પણ વધારો થયો છે. એવામાં હાલની સ્થિતિને જોતા AMCએ શહેરની જે ખાનગી કોવિડ હોસ્પિટલો સાથે એમઓયુ કર્યા છે, તે હોસ્પિટલોને દર્દીની સારવાર માટે રેમડેસીવિર ઈન્જેક્શનની જરૂર ઊભી થાય તો એવા સંજોગોમાં હોસ્પિટલે સરકાર દ્વારા નક્કી કરેલા ભાવ મુજબ, અસારવાની સિવિલ હોસ્પિટલ, સોલા સિવિલ અથવા એસ.વી.પી હોસ્પિટલ ખાતેથી જાતે જથ્થો મેળવવો પડશે.
અમદાવાદમાં કોરોનાનો કહેર
માર્ચથી શહેરમાં કોરોના વાઈરસે રીતસરનો ભરડો લીધો છે. છેલ્લા 12 દિવસમાં લગભગ 7,500 કેસ નોંધાયા છે. એક સમયે શહેરની ખાનગી હોસ્પિટલોમાં 96 ટકા સુધી કોરોનાના બેડ ખાલી રહેતા હતા. જે આજે 23 ટકાએ પહોંચી ગયા છે. અર્થાત્ 77 ટકા સુધી બેડ ભરાઈ ગયા છે. જો કે, મ્યુનિ. હજુ માત્ર 1929 એક્ટિવ દર્દી હોવાનો દાવો કરે છે.
હોસ્પિટલોમાં બેડ ભરાયા
ખાનગી હોસ્પિટલોમાં લગભગ 1460 જેટલા આઈસોલેશન બેડ છે જેમાંથી 1085 એટલે કે 74 ટકા ભરાઈ ગયા છે. વેન્ટિલેટર વગરના બેડની વાત કરીએ તો 83 ટકા બેડ ભરાઈ ચૂક્યા છે. જ્યારે વેન્ટિલેટર સાથેના 77 ટકા બેડ ભરાયા છે. ખાનગી હોસ્પિટલોના કુલ બેડમાંથી હવે 23 ટકા બેડ જ ખાલી છે. એસવીપી હોસ્પિટલમાં પણ કોરોનાના 200 જ્યારે સિવિલ હોસ્પિટલમાં 800થી વધુ સારવાર લઈ રહ્યા છે. 1200 બેડની સિવિલ હોસ્પિટલ ટૂંક સમયમાં ભરાઈ જાય તેવી શક્યતા છે. સિવિલ કેમ્પસમાં આવેલી કિડની અને કેન્સર હોસ્પિટલમાં પણ હવે કોરોનાના દર્દીને સારવાર અપાઈ રહી છે.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.