દર્દીઓ માટે સગવડ:અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામના સહયોગથી 120 બેડની ઓક્સિજન અને વેન્ટિલેટર સાથેની કોવિડ હોસ્પિટલ શરુ કરાઈ

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિશ્વ ઉમિયાધામના સહયોગથી દેવસ્ય હોસ્પિટલ ગૃપે તમામ મેડિકલ વ્યવસ્થાઓ ઉભી કરી - Divya Bhaskar
વિશ્વ ઉમિયાધામના સહયોગથી દેવસ્ય હોસ્પિટલ ગૃપે તમામ મેડિકલ વ્યવસ્થાઓ ઉભી કરી
  • જરૂરિયાત મંદ પરિવારને સંપૂર્ણ ટ્રીટમેન્ટ વિનામૂલ્યે આપવામાં આવશે.
  • કોવિડ હોસ્પિટલમાં AMCએ નક્કી કરાયેલાં ચાર્જ જ વસુલાશે

હાલમાં ગુજરાતમાં ઓક્સિજનની અછતને કારણે કોરોનાના દર્દીઓને ભારે હાલાંકી વેઠવાનો વારો આવ્યો છે. દર્દીઓને કોઈ પણ રીતે બેડ પણ મળી જાય તો ઓક્સિજન મળતો નથી આ સ્થિતિમાં દર્દીઓ માટે સંસ્થાઓ આગળ આવી છે. વિશ્વ ઉમિયાધામ તથા દેવસ્ય હોસ્પિટલ્સ ગૃપ દ્વારા અમદાવાદ શહેરમાં ડી.કે. હોલ ખાતે 120 બેડની ઓક્સિજન અને વેન્ટિલેટરની સુવિધા સાથેની કોવિડ હોસ્પિટલ શરુ કરવામાં આવી છે.

AMCએ નક્કી કરાયેલાં ચાર્જ વસૂલાશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વિશ્વઉમિયાધામના સહયોગથી દેવસ્ય હોસ્પિટલ ગૃપે તમામ મેડિકલ વ્યવસ્થાઓ ઉભી કરી છે. બુધવારે સવારથી જ દેવસ્ય કોવિડ કેર હોસ્પિટલમાં કોરોનાના ગંભીર દર્દીઓની ભરતી કરવાની શરૂઆત કરાઈ છે. વિશ્વ ઉમિયાધામના સહયોગથી શરૂ કરાયેલી આ કોવિડ હોસ્પિટલમાં AMCએ નક્કી કરાયેલાં ચાર્જ જ વસુલાશે જેથી દર્દીઓની બેફામ લૂંટ શક્ય નહીં બને. આ ઉપરાંત જરૂરિયાત મંદ પરિવારને સંપૂર્ણ ટ્રિટમેન્ટ ફ્રીમાં પણ કરી આપવામાં આવશે. હોસ્પિટલમાં દાખલ થવા માટે 9825065605, 9825065275, 9726704541 ત્રણ ઈમરજન્સી નંબર પણ જાહેર કરાયા છે.

જરૂરિયાત મંદ પરિવારને સંપૂર્ણ ટ્રિટમેન્ટ ફ્રીમાં પણ કરી આપવામાં આવશે
જરૂરિયાત મંદ પરિવારને સંપૂર્ણ ટ્રિટમેન્ટ ફ્રીમાં પણ કરી આપવામાં આવશે

પાટીદાર સંસ્થાએ પણ તૈયારી દર્શાવી હતી
પાટીદાર સમાજ દર્દીઓની સારવાર કરવા માટે આગળ આવ્યો છે. અમદાવાદમાં સોલા ઉમિયા માતાજીના મંદિરનું કેમ્પસ કોવિડ સેન્ટર માટે આપવા ઉંઝા પાટીદાર સંસ્થાએ તૈયારી દર્શાવી નાયબ મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો હતો. ​​​​​​સંસ્થાના એક પત્ર દ્વારા સરકારને જણાવવામાં આવ્યું હતું કે અમદાવાદમાં એસ.જી હાઈવે પર સ્થિત શ્રી ઉમિયા માતાજી કેમ્પસ સોલા વાળી જગ્યા કોવિડ સેન્ટર માટે સરકારને આપવા માટે સંસ્થા તૈયાર છે. ઊંઝામા પણ સરકારની માંગણી મુજબ ઉમિયા યાત્રી ભવન કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓ માટે સરકારને સોંપવામાં આવેલું છે.

કોવિડ હોસ્પિટલમાં AMCએ નક્કી કરાયેલાં ચાર્જ જ વસુલાશે
કોવિડ હોસ્પિટલમાં AMCએ નક્કી કરાયેલાં ચાર્જ જ વસુલાશે

ગાયત્રી શક્તિ પીઠે પણ હોસ્પિટલ માટે તૈયારી દર્શાવી
અમદાવાદ શહેરમાં હાથીજણ ખાતેની ગાયત્રી શક્તિ પીઠે મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખીને મંદિરની જગ્યાનો કોવિડ વોર્ડ તરીકે ઉપયોગ કરવા રજુઆત કરી છે. હાથીજણની ગાયત્રી શક્તિપીઠે અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખીને દર્દીઓ માટે સેવા ઉભી કરવા માટે મંદિરની જગ્યાનો કોવિડ વોર્ડ તરીકે ઉપયોગ કરવા માટે રજુઆત કરી છે. તે ઉપરાંત મંદિરના 22 રૂમને વિના મૂલ્યે કોવિડ વોર્ડ તરીકે આપવા તૈયારી પણ દર્શાવી છે. પત્રમાં એવું જણાવવામાં આવ્યું છે કે તંત્રને જ્યારે પણ દર્દીઓ માટે જરૂરિયાત હોય ત્યારે રૂમો આપવા માટે શક્તિ પીઠ તૈયાર છે. આ અગાઉ સ્વામિનારાયણ મંદિર પણ કોવિડ વોર્ડ માટે આપવા તૈયારી દર્શાવાઈ હતી.