તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશન:અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 12 ડોક્ટરને કોરોના, કિડની-કેન્સર હોસ્પિટલમાં કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું

અમદાવાદ6 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થતાં સિવિલની 1200 બેડ હોસ્પિટલ બાદ કિડની અને રવિવારથી કેન્સર હોસ્પિટલમાં કોવિડ સેન્ટર શરૂ કરાયું છે. તેમજ સિવિલના 12 ડોક્ટરોને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. સિવિલ કેમ્પસની 1200 બેડ, કિડની અને કેન્સર હોસ્પિટલમાં 853 દર્દી સારવાર હેઠળ છે. જ્યારે 1200 બેડ હોસ્પિટલમાં 70 ટકા દર્દી ઓક્સિજન પર છે.

75 ટકા દર્દીઓ ઓક્સિજન પરઃ ડોક્ટર
સિવિલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. જયપ્રકાશ મોદીએ કહ્યું કે, 1200 બેડ હોસ્પિટલમાં કોવિડના દર્દીની સંખ્યામાં વધારો થયો છે, જેને પગલે હોસ્પિટલના એનેસ્થેસિયાના મહિલા પ્રોફસર, 3થી 4 રેસિડેન્ટ ડોક્ટર સહિત 12 ડોકટરને કોરોના થયો છે.1200 બેડ હોસ્પિટલમાં દાખલ 717 દર્દીમાંથી વેન્ટિલેટર પર 16, બાયપેપ પર 90 અને ઓક્સિજન પર 360 દર્દી છે એટલે કે, 75 ટકા જેટલા દર્દી ઓક્સિજન પર હોવાથી ગત વર્ષ જેવી ગંભીર સ્થિતિ ઉભી થઇ હોવાનું ડો. જયપ્રકાશ મોદી જણાવી રહ્યાં છે.

શનિવાર કરતાં રવિવારે રસી લેનારાની સંખ્યા 44% ઘટી
કોરોના વેક્સિનેશન પ્રોગ્રામને એગ્રેસિવ બનાવવાના કોર્પોરેશનના દાવા ખોટા સાબિત થઈ રહ્યાં છે. રવિવારે અમદાવાદમાં માત્ર 22,899 લોકોને વેક્સિન અપાઇ હતી, જ્યારે શનિવારે શહેરમાં વેક્સિનેશનનો આંકડો 40,990એ પહોંચ્યો હતો. આમ રવિવાર રજાનો દિવસ હોવા છતાં શહેરમાં 44 ટકા ઓછું વેક્સિનેશન નોંધાયું હતું. રવિવારે અમદાવાદમાં 12,852 પુરૂષ અને 10,047 સ્ત્રીઓને વેક્સિન અપાઈ હતી.

ખાનગી હોસ્પિટલમાં ચાર હજારમાંથી 2636 બેડ ભરાયા
કેસમાં સતત વધારો થતાં ખાનગી હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારાઈ રહી છે. ખાનગી હોસ્પિટલોનાં 4 હજાર બેડમાંથી 2636 બેડ ભરાઇ ગયા છે, જેમાંથી 219 દર્દી વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. આહનાના આંકડાઓ મુજબ, ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજન અને વેન્ટિલેટર પર સારવાર લેતા દર્દીની સંખ્યા વધી છે. ઓક્સિજનની જરૂર હોય તેવાં સૌથી વધુ 1188, એચડીયુમાં 1018 વેન્ટિલેટર વિના આઇસીયુમાં 430 દર્દી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો