ફ્રેન્ડશીપ ડે / અમદાવાદ સિવિલમાં કોરોના યોદ્ધાની સુરક્ષાની ખરાઈ કરવામાં મહત્વની ભૂમિકા અદા કરે છે ‘Covid Buddy’

'Covid Buddy' plays important role in ensuring safety of Corona warrior in Ahmedabad Civil
X
'Covid Buddy' plays important role in ensuring safety of Corona warrior in Ahmedabad Civil

  • PPE કીટ પહેરવા અને બરાબર પહેરી છે કે નહીં તેની ખરાઈ કરનાર મિત્રને Covid Buddy’ કહેવાય છે

દિવ્ય ભાસ્કર

Aug 02, 2020, 04:25 PM IST

અમદાવાદ. વિશ્વભરમાં ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારે મિત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હાલ કોરોના મહામારી સામે વિશ્વ આખું ઝઝૂમી રહ્યું છે. ખાસ કરીને તબીબો કોરોનાગ્રસ્ત દર્દીની સારવારમાં રાત-દિવસ ખડેપગે છે, ત્યારે તેમને સ્વરક્ષણ જરૂરી છે. કોરોનાગ્રસ્તની સારવાર દરમિયાન પોતે કોરોનાથી સંક્રમિત ન થાય તે જરૂરી છે. એ માટે કોવિડ હોસ્પિટલમાં ખાસ ‘કોવિડ બડી(Covid Buddy)’ની સુવિધા રાખવામાં આવી છે. જે કોરોના યોદ્ધાની સુરક્ષાની ખરાઈ કરવામાં મહત્વની ભૂમિકા અદા કરે છે.

સુરક્ષાની ખરાઈ માટે એક મિત્રની ખાસ જરૂર પડે
કોરોનામાં PPE કીટ પહેરીને દર્દીની સારવાર કરવામાં આવે છે. પરંતુ આ PPE કીટ પહેરવામાં ઘણા તબક્કા રહેલા છે. યોગ્ય રીતે PPE કીટ પહેરેલી હોય ત્યારે નખશીખ રક્ષણ મળતુ હોય છે. યોગ્ય રીતે PPE કીટ પહેરવા માટે અને બરાબર પહેરી છે કે નહીં તેની ખરાઈ કરવા માટે એક મિત્રની ખાસ જરૂર પડે છે. જેને કોવિડ બડી કહેવામાં આવ્યા છે.

PPE કીટની ડોનિંગ પ્રક્રિયામાંની ખરાઈ
PPE કીટ પહેરવામાં આવે તેને ડોનિંગ કહે છે અને જ્યારે PPE કીટ કાઢવામાં આવે ત્યારે તે પ્રક્રિયાને ડોફિંગ કહેવામાં આવે છે. ડોનિંગ વખતે પગના ભાગથી PPE કીટ પહેરવાનું શરૂ કરવામાં આવે છે. સૌપ્રથમ સુ કવર પહેરવામાં આવે છે. ત્યારબાદ સમગ્ર શરીરને ઢાંકતુ સુટ પહેરાય છે. ત્યાર બાદ માથાના ભાગને કવર કરવામાં આવે છે.હાથમાં ગ્લવઝ પહેરાય છે. આ તમામ વસ્તુ પહેર્યા બાદ સમગ્ર શરીર ઢંકાઈ જાય તે રીતે PPE કીટ બંધ કરવામાં આવે છે અને છેલ્લે માસ્ક અને ચશમાં પહેરવામાં આવે છે. આ ડોનિંગ પ્રક્રિયામાં સારી રીતે બધી વસ્તુ પહેરાવવા માટે અને તેની ખરાઈ કરવા માટે બડી મિત્રની ભૂમિકા અહમ છે.

ડોફિંગ પ્રક્રિયામાં ગફલત રહી જાય તો સંક્રમિત થવાની શક્યતા
ડોફિંગ પક્રિયા એ ડોનિંગ પ્રક્રિયાથી રીવર્સ ઓર્ડરમાં તબક્કાવાર અનુસરવામાં આવે છે એટલે કે સરળભાષામાં કહીએ તો ડોનિંગ પ્રક્રિયામાં જે પહેલું પહેર્યુ હોય તે ડોફિંગની પ્રક્રિયામાં છેલ્લે કાંઢવાંમા આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં બડીના માર્ગદર્શનથી સમગ્ર પ્રક્રિયા સરળ બની રહે છે. સચોટ માર્ગદર્શનના કારણે અનુકરણ કરવામાં મુશકેલી રહેતી નથી. ડોનિંગ અને ડોફિંગની આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન કોઈપણ સ્ટેપ છૂટી જાય, ક્યાંક બેદરકારી, ગફલત થઈ જાય ત્યારે સંક્રમિત થવાની સંભાવના મહત્તમ રહેતી હોય છે.આવા સમયે બડીની ભૂમિકા મહત્વની બની રહે છે.

નોંધનીય છે કે રાષ્ટ્રીય આરોગ્ય વિભાગ દ્વારા પણ કોરોના ડેડિકેટેડ હોસ્પિટલમાં બડી સિસ્ટમ શરૂ કરવાનું આહવાન કરવામાં આવ્યુ હતુ. જેમાં બે અથવા બેથી વધારે મિત્રોની ટીમ દ્વારા સારવાર દરમિયાન એક બીજાને સંક્રમિત થતા રોકવા મદદરૂપ બની શકાય. એક બીજાને ઈન્ફેક્શન કંટ્રોલ કરી શકાય. PPE ડોનિંગ અને ડોફિંગ, હેન્ડ હાઈજીન પ્રોપર જળવાય તે માટે બડીની ભૂમિકા અગત્યની છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી