તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Covid Beds In Private Hospitals Fell From 7,600 To 4,500; The Number Of Hospitals Also Dropped From 172 To 130 As Corona Transmission Decreased

અમદાવાદમાં કોરોના કાબૂમાં:ખાનગી હોસ્પિટલોમાં કોવિડ બેડ 7600થી ઘટીને 4500 થયા; કોરોનાનું સંક્રમણ ઘટતાં હોસ્પિટલોની સંખ્યા પણ 172થી ઘટીને 130 થઈ

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં કોરોનાનું સંક્રમણ ધીરે ધીરે કાબૂમાં આવી રહ્યું છે. પરંતુ હજુ પણ લોકો ટેસ્ટિંગ ડોમ પર આવતાં હોય છે. ગોતા એક ડોમ પર મંગળવારે સવારે 22થી 25 લોકો ટેસ્ટ માટે આવ્યા હતા પણ મ્યુનિ.એ આ ડોમ પર માત્ર 10 ટેસ્ટિંગ કિટ મોકલી હતી. - Divya Bhaskar
શહેરમાં કોરોનાનું સંક્રમણ ધીરે ધીરે કાબૂમાં આવી રહ્યું છે. પરંતુ હજુ પણ લોકો ટેસ્ટિંગ ડોમ પર આવતાં હોય છે. ગોતા એક ડોમ પર મંગળવારે સવારે 22થી 25 લોકો ટેસ્ટ માટે આવ્યા હતા પણ મ્યુનિ.એ આ ડોમ પર માત્ર 10 ટેસ્ટિંગ કિટ મોકલી હતી.
  • કોવિડ કેર સેન્ટરમાં પણ 800 બેડ બંધ, 40 ટકા હોસ્પિટલોમાં કોવિડ સિવાયની સારવાર શરૂ

શહેરમાં કોરોના સંક્રમણ સતત ઘટી રહ્યું છે, અને કેસ 3 આંકડાથી બે આંકડાની અંદર જવાની તૈયારીમાં છે. શહેરમાં ખાનગી હોસ્પિટલમાં બેડની સંખ્યા પણ 40 ટકા જેટલો મોટો ઘટાડો જોવા મળ્યો છે. કોરોના ટોચ પર હતો ત્યારે શહેરમાં કોવિડ હોસ્પિટલમાં 7600 બેડ હતાં. હવે કોરોના ધીમે ધીમે કાબૂમાં આવી જતાં 4500 બેડ જ કાર્યરત છે. શહેરમાં છેલ્લા એક મહિનામાં 3100 જેટલા બેડ ઘટ્યા છે.

શહેરમાં એપ્રિલ અને મેમાં કોરોના સંક્રમણ ટોચ પર હતું ત્યારે અમદાવાદ મ્યુનિ.એ 172 હોસ્પિટલ સાથે એમઓયુ કરીને તમામ હોસ્પિટલમાં મ્યુનિ.ક્વોટાના 20 ટકા બેડ અનામત રાખ્યા હતા. આ 172 હોસ્પિટલમાં 7600 બેડમાં લોકોને કોરોનાની સારવાર અપાતી હતી. સાથે આ હોસ્પિટલમાં મ્યુનિ. ક્વોટાના કુલ 1500થી વધારે બેડ ઉપલબ્ધ હતાં. દરમ્યાન છેલ્લા 6 દિવસથી શહેરમાં કોરોના સંક્રમિતની સંખ્યા 200થી પણ નીચે આવી છે. ત્યારે હવે શહેરમાં કોવિડ હોસ્પિટલ તરીકે 130 જેટલી જ હોસ્પિટલ રહી છે. એટલે કે 42 જેટલી હોસ્પિટલ આ યાદીમાં હવે નથી. એટલે કે 25 ટકા હોસ્પિટલ પણ હવે કોવિડ કેર હોસ્પિટલની યાદીમાં રહી નથી.

શહેરમાં ડોમેસ્ટિક કોવિડ કેર તરીકે 250 જેટલી જગ્યાએ 2700 બેડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. જેની પણ હવે સંખ્યા ઘટીને 175 થઇ ગઇ છે જ્યાં 1900 બેડ ઉપલબ્ધ છે. હવે 800 જેટલા બેડ ઉપલબ્ધ છે. કોવિડ કેર સેન્ટર પણ 51થી ઘટીને 40 થઇ ગયા છે. મ્યુનિ. પ્રથમ અને બીજી લહેરમાં તેના ક્વોટાના બેડ પર દાખલ કરાતા દર્દીઓના બિલ પેટે ખાનગી હોસ્પિટલોને 100 કરોડથી વધુ ચૂકવ્યા છે. જો કે હજુ પણ કેટલીક હોસ્પિટલોને પેમેન્ટ ચૂકવવાનું બાકી છે.

25 એપ્રિલના 5790ની ટોચથી કેસ 98% ઘટ્યા
છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના નવા 108 કેસ નોંધાયા હતા. જ્યારે 3 દર્દીના મૃત્યુ થયા હતા. છેલ્લા કેટલાક દિવસથી કેસમાં સતત ઘટાડો જળવાઈ રહ્યો છે. 25 એપ્રિલે શહેરમાં કોરોનાના અત્યાર સુધીના સૌથી વધુ 5790 કેસ નોંધાયા હતા. આ આંકડા સાથે સરખામણી કરીએ તો મંગળવારના 108 કેસ ટોચના કેસ કરતાં 98.14 ટકા ઘટી ગયા છે. વધુ 234 દર્દી કોરોનામાંથી સાજા થતાં તેમને વિવિધ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હવે શહેરમાં માત્ર 2473 એક્ટિવ કેસ છે અને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મુકાતા વિસ્તારો બંધ થઈ ગયા છે.
શહેરમાં મંગળવારે 34,362 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. જેમાં 19908 જેટલા પુરૂષ અને 14454 જેટલી મહિલાઓનો સમાવેશ થાય છે.

સિવિલમાં મ્યુકરના દર્દીનો આંકડો એક હજારને પાર
સિવિલ હોસ્પિટલમાં મ્યુકર માઈકોસિસના દર્દીનો આંકડો 1 હજારને પાર કરી ગયો છે. પરંતુ, હોસ્પિટલમાં દાખલ થતાં નવા દર્દીની સંખ્યા 30થી ઘટીને 7 સુધી પહોંચી છે. તેમજ હાલમાં હોસ્પિટલમાં 360 દર્દી સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. સિવિલ હોસ્પિટલમાં મ્યુકર માઈકોસિસના નવા દર્દીની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. અગાઉ હોસ્પિટલમાં મ્યુકર માઈકોસિસના રોજના 30થી 35 નવા દર્દી દાખલ થતાં હતા, તેને બદલે હવે રોજના 7થી 8 નવા દર્દી દાખલ થાય છે. જો કે, સિવિલમાં મ્યુકર માઈકોસિસના કુલ કેસનો આંકડો 1 હજારને પાર કરી ગયો છે, જેમાંથી 570થી વધુ દર્દીની સર્જરી કરાઇ છે. તેમજ હાલમાં હોસ્પિટલમાં અંદાજે 360 જેટલાં દર્દી સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમાં 70 જેટલાં દર્દીના મોત થયા છે.

અન્ય સમાચારો પણ છે...