તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદમાં વેક્સિનેશન:18થી 44 વયજૂથનાને આજથી કોવેક્સિન, 45થી વધુ વયના લોકોને કોવિશિલ્ડ અપાશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
એસવીપીમાં વર્ગ ચારના કર્મચારીઓએ પગાર વધારા માટે હડતાળ પાડી હતી. - Divya Bhaskar
એસવીપીમાં વર્ગ ચારના કર્મચારીઓએ પગાર વધારા માટે હડતાળ પાડી હતી.
  • જેમણે જે રસીનો પ્રથમ ડોઝ લીધો હશે તે જ રસીનો બીજો ડોઝ લેવાનો રહેશે

18થી 44 વયજૂથના લોકોને રવિવારથી અમદાવાદમાં કોવેક્સિન આપવામાં આવશે જ્યારે 45 વર્ષ ઉપરના લોકોને કોવિશિલ્ડ અપાશે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં પહેલી મેથી 18થી 44 વયજૂથના લોકોને કોવિશિલ્ડ વેક્સિન અપાઈ હતી. પણ રવિવારથી આ વયજૂથના લોકોને કોવેક્સિન આપવામાં આવશે. જોકે વ્યક્તિએ જે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે તેણે તે મુજબ બીજો ડોઝ લેવાનો રહેશે એટલે કે જેમણે પ્રથમ ડોઝમાં કોવિશિલ્ડ લીધી હશે તેમણે બીજો ડોઝ પણ કોવિશિલ્ડનો જ લેવાનો રહેશે. જેમણે પ્રથમ ડોઝમાં કોવેક્સિન તેમણે બીજો ડોઝ કોવેક્સિનનો જ લેવાનો રહેશે તેમ આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરી છે.

આરોગ્ય વિભાગના સંશોધન પત્રો મુજબ કોવિશિલ્ડ વેક્સિનમાં 70 ટકા એફિશિયન્સિ હતી જ્યારે કોવેક્સિનમાં 78 ટકા એફિશિયન્સિ છે. અમદાવાદમાં કોવિશિલ્ડના 12 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યાં પ્રમાણે કોવિશિલ્ડની આડઅસર પણ ઓછી જોવા મળી છે. રવિવારે પણ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે 45 વર્ષ ઉપરના લોકો માટે ડ્રાઈવ થ્રૂ વેક્સિનેશન ચાલુ રહેશે જ્યારે અર્બન હેલ્થ સેન્ટર, કમ્યુનિટી હેલ્થ સેન્ટર, મ્યુનિ. હોસ્પિટલોમાં રસી બંધ રહેશે.

ઝોનક્યારે બંધડોઝ અપાયા
દક્ષિણ13000
પશ્વિમ54000
ઉ.-પશ્વિમ42500
ઉત્તર43000
મધ્ય22000
દ.-પશ્વિમ11700
પૂર્વ32000

​​​​​​​45+ના લોકો માટે આજે આ કેન્દ્રો ચાલુ

  • અર્બન હેલ્થ સેન્ટર (UHC) સ્થળ સરનામુ
  • મંગલ પાંડે હોલ નિકોલ ગામ રોડ, શિરોમણી બંગલોઝ સામે, નિકોલ
  • પંડિત દિનદયાળ ઉપાધ્યાય હોલ 1, પીઆરએલ કોલોની, બોડકદેવ
  • બોડકદેવ કમ્યુનિટી હોલ, વસ્ત્રાપુર તળાવ નજીક.
  • ન્યૂ ગોતા વિજ્ઞાન ભવન, સાયન્સ સિટી રોડ, ગોતા
  • ટાગોર હોલ એનઆઈડી સામે, પાલડી
  • રાણિપ કમ્યુનિટી હોલ, ગાયત્રી મંદિર સામે
  • જોઈતારામ પટેલ કમ્યુનિટી હોલ ગણેશ કોલેજ પાસે, નવા વાડજ

​​​​​​​કેટલાંક કેન્દ્રો પર રસી ખૂટ્યાની ફરિયાદો
​​​​​​​ડ્રાઈવ થ્રૂ વેક્સિનેશનને લીધે શહેરના અન્ય સેન્ટરોમાં વેક્સિન ખૂટી પડી હતી. ઉત્તર, દક્ષિણ, મધ્ય, દક્ષિણ-પશ્વિમ અને પૂર્વ ઝોનમાં શનિવારે બપોરે એક વાગ્યા પછી વેક્સિનનો સ્ટોક ખૂટી પડ્યો હતો. આ કારણે ખાસ કરીને 45 વર્ષ ઉપરના લોકોને વેક્સિન અપાઈ નહોંતી.

અન્ય સમાચારો પણ છે...