ભાઈની બહેનને ધમકી:અમદાવાદ ગ્રામ્યમાં પિતરાઈ ભાઈએ દેવું થઈ જતાં પાંચ બહેનોને 3 લાખમાં વેચી દેવાની ધમકી આપી

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસ ફરિયાદ કરીશ તો ચારેય બહેનોના નામ લખીને આપઘાત કરીશું એવી મોટી મમ્મીએ ધમકી આપી

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં રહેતી 19 વર્ષિય યુવતી અને તેનાથી નાની ચાર બહેનોને તેનો પિતરાઈ ભાઈ અને મોટી મમ્મી અમારે દેવું થઈ ગયું હોવાથી તમને 3 લાખમાં વેચી દેવાનું કહી ઝઘડો કરતાં હતાં. એટલુપં જ નહીં છરી બતાવીને ધમકી આપતાં હતાં કે, જો ફરિયાદ કરીશ તો તારી ચારેય બહેનોના નામ લખીને આપઘાત કરી લઈશું. જેથી યુવતીએ અભયમની મદદ માંગી હતી. અભયમની ટીમે યુવતીને કાયદાકીય માહિતી આપી હતી.

યુવતીના પિતા માનસિક રીતે બિમાર છે
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ ગ્રામ્યમાંથી 19 વર્ષીય યુવતીએ અભયમની ટીમને ફોન કરીને જણાવ્યું હતુ કે, તેમના મોટા પપ્પાનો દિકરો અને મોટી મમ્મી અવાર નવાર આવીને મારઝુડ કરીને અમને વેચી દેવાની ધમકી આપે છે. જેથી મદદ માટે આવવા વિનંતી. આ કોલ મળતાની સાથે અભયમની ટીમ ઘટના સ્થળે પહોંચી અને યુવતીની પુછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતુ કે, યુવતીના પિતા માનસિક રીતે બિમાર છે યુવતીને તેનાથી નાની ચાર બહેનો છે અને માતાએ બીજે લગ્ન કર્યા હોવાથી પરીવારે તેમની સાથે સંબંધ તોડી નાખ્યો હતો.

મોટા પપ્પાનો દિકરો બહેન સાથે મારઝૂડ કરતો હતો ( પ્રતિકાત્મક તસવીર)
મોટા પપ્પાનો દિકરો બહેન સાથે મારઝૂડ કરતો હતો ( પ્રતિકાત્મક તસવીર)

દેવું થઈ જતાં વેચી દેવાની ધમકીઓ આપતાં
મોટા પપ્પાનો દિકરો રોજ રાત્રે દારૂ પીને ઘરે આવતો અને ઝઘડો કરતો હતો એટલું જ નહીં યુવતી અને તેની ચાર બહેનોને કહેતો કે, મારે રૂ.6 લાખનું દેવુ થઈ ગયુ છે. તમે 18 વર્ષના થાવ એટલે તમને 3 લાખમાં વેચી દેવાની ધમકી આપતો હતો. જેથી યુવતી તેની મામીના ઘરે રહેવા ચાલી ગઈ હતી. જોકે એક દિવસ યુવતી તેના ઘરે આવી ત્યારે તેના મોટા પપ્પાનો દિકરો અને મોટી મમ્મી આવ્યા હતા અને ઝઘડો કરવા લાગ્યા હતા.

યુવતીએ પોલીસ ફરિયાદની અરજી આપી
એટલું જ નહીં આ બંન્ને ધારીયા અને છરી બતાવીને ડરાવીને ધમકી આપતા હતા કે, જો પોલીસમાં ફરિયાદ કરીશ તો તારી ચારેય બહેનોના નામ લખીને દવા પીને મરી જઈશુ. આ સાંભળીને અભયમની ટીમે યુવતીને કાયદાકીય માહિતી આપીને તેમના વિસ્તારના પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરવાનું જણાવ્યું હતુ. યુવતીને પોલીસ ફરિયાદ કરવી હોવાથી અભયમની ટીમે યુવતીને સાથે લઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં યુવતીએ અરજી આપતા પોલીસે અરજી અંગેની તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...