સુનાવણી:એર ફોર્સના જવાનના વેક્સિન લેવાના ઈન્કાર મામલે કોર્ટે કહ્યું, એજન્સીના વ્યક્તિએ પોતે લીધેલા શપથ ભુલવા ન જોઈએ, રસીના ઓર્ડરને પાળવો જરૂરી

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેશમાં એરફોર્સના 9 જવાનોએ વેક્સિન લેવાની ના પાડી જેમાંથી એકને સસ્પેન્ડ કરાયો હતો
  • એરફોર્સના 9 જવાનને શૉ કોઝ નોટીસ અપાઈ હતી જેમાં એક જવાને નોટીસનો જવાબ આપ્યો હતો

ગુજરાતના એર ફોર્સના જવાને કોરોનાની રસી ન લીધી હોવા મામલે ગુજરાત હાઇકોર્ટએ કેટલાક અવલોકન કરતા મહત્વની નોંધ લીધી છે. કોર્ટે નોંધ્યું છે કે સશસ્ત્ર દળોમાં કામ કરતા વ્યક્તિ ભયભીત થાય અને ઉપરી અધિકારીની સીધી સુચના ન માને તે ચલાવી લેવાય નહીં. જેથી કોર્ટે રસી ન લેવા બદલ વાયુસેનામાંથી જવાનને બરતરફી કરાવાના નિર્ણય પર મનાઈ હુકમ આપવા હાઈકોર્ટે ઈન્કાર કર્યો છે. આ બાબતે ડિફેન્સ ક્ષેત્રમાં કામ કરતા જવાનોની દેશ પ્રત્યે વિશેષ જવાબદારી હોવાની કેન્દ્ર સરકારે રજુઆત કરી હતી. ઉપરાંત સેનામાં કામ કરતા લોકો વિશેષ જવાબદારીઓને ધ્યાને લઈને કોરોના કોરોનાની રસી ફરજીયાત કરાઈ હોવાની પણ રજુઆત કરવામાં આવી હતી.

આગામી ફેબ્રુઆરીએ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે
મોટી વાત એ છે કે હાઈકોર્ટેએ પણ નોંધ્યું છે કે, સશસ્ત્રદળ જેવી શિસ્તબદ્ધ એજન્સીમાં કામ કરનાર વ્યક્તિએ પોતે લીધેલા શપથ ભુલવા ન જોઈએ. જેથી રસી લેવાનો ઓર્ડરને પાળવો જરુરી બને છે. બાબતે અરજદારના વકીલે ભૂતકાળના કેટલાક મહત્વપૂર્ણ ચુકાદાઓનો આધાર લઈને દલીલો પણ કરી હતી. જોકે કોર્ટે એરફોર્સના જવાનને નોકરીમાંથી બરતરફ કરવાના નિર્ણયને યથાવત રાખ્યો છે. આ અંગે હવે આગામી ફેબ્રુઆરી માસમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

જામનગરના IAF જવાને વેક્સિનેશનને લઈને પિટિશન દાખલ કરી હતી
ગુજરાત હાઈકોર્ટમાં જામનગરના IAF જવાને વેક્સિનેશનને લઈને હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. આ જવાને કોર્ટમાં રજુઆત કરી હતી કે કોઈ તેને વેક્સિન લેવા માટે ફોર્સ કરી શકે નહીં. જો આવું થાય તો તેના મૂળભૂત અધિકારોનું હનન થાય. આ જવાને કોર્ટમાં વેક્સિન નહીં લેવા પાછળનું કારણ પણ જણાવ્યું હતું. તેણે કારણ જણાવતાં કહ્યું હતું કે, આ વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટેની મંજુરી મળી છે. જેથી તેને કોઈ તકલીફ નહીં હોવાથી આ વેક્સિન મુકાવી નથી.

જવાનોની સુરક્ષાની જવાબદારી પણ IAFની બને છે
આસિસ્ટન્ટ સોલિસીટર જનરલ દેવાંગ વ્યાસે કોર્ટમાં એફિડેવિટ રજુ કરીને ઉલ્લેખ કર્યો હતો કે, IAFની પોલીસ પ્રમાણે આ વેક્સિન લેવી ફરજિયાત છે. જ્યારે IAFમાં કોઈ જોડાય છે ત્યારે તે તમામ પોલિસીને અનુસરવાની પ્રતિજ્ઞા લે છે. તે ઉપરાંત IAFએ ફ્રન્ટલાઈન વોરિયરની કેટેગરીમાં આવે છે. જેથી આ અરજદાર સાથે બાકીના જવાનોની સુરક્ષાની જવાબદારી પણ IAFની બને છે.

દેશમાં 9 જવાનોએ વેક્સિન લેવાની ના પાડી હતી
દેશમાં 9 જવાનોએ કોરોનાની વેક્સિન લેવાની ના પાડી હતી. એ તમામ જવાનોને શો-કોઝ નોટીસ પાઠવવામાં આવી છે. જેમાં આઠ જવાનોએ જવાબ આપ્યો છે અને એક જવાને જવાબ નથી આપ્યો. જવાબ નહીં આપનાર જવાનને ટર્મીનેટ કરવામાં આવ્યો છે. અરજદારે કોર્ટમાં આવતા પહેલાં ઉપરી અધિકારી કે આર્મ્સ ફોર્સ ટ્રીબ્યુનલમાં પોતાની રજુઆત કરવી જોઈએ. તેમણે નોટીસનો જવાબ આપ્યો છે. જેથી અમે તેમના વિરૂદ્ધ પગલાં લીધા નથી. તેઓ હજી પણ IAFના અધિકારીને કે આર્મ્સ ફોર્સ ટ્રીબ્યુનલને રજુઆત કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...