કાર્યવાહી:શિવશક્તિ ઢાબાના ટ્રેડમાર્કનો દૂરપયોગ કરનાર બીજા રેસ્ટોરન્ટનાં માલિકને કોર્ટે ઠપકો આપી નામ દૂર કરવાનો હુકમ કર્યો

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

એસજી હાઈવે પર વૈષ્ણોદેવી પાસે આવેલા 'શિવશક્તિ ઢાબા' નામનો ઉપયોગ અન્ય એક રેસ્ટોરન્ટના માલીક હસમુખ વોરાએ કર્યો હતો. તેના ઢાબાનું નામ પણ 'શ્રી શિવ શક્તિ ઢાબા' તરીકે રાખ્યું હતું. જેમાં શ્રી ખૂબ જ નાનું રાખવામાં આવ્યું હતું અને શિવશક્તિ ઢાબા હાઈલાઈટ થઈ શકે તે રીતે મોટું રાખેલું. જેનો મૂળ શિવશક્તિ ઢાબાના માલિક શીલા બહેન અને તેમના દીકરાએ વિરોધ કર્યો હતો. તે લોકોએ હસમુખભાઇને સમજાવ્યા હતા, તેમ છતાં તેમણે નામ બદલ્યું ન હતું.

નામ દૂર કરવા કોર્ટનો હુકમ
1985થી શિવશક્તિ ઢાબા એન્ડ રેસ્ટોરન્ટનાં નામે શીલાબેન ટ્રેડમાર્ક ધરાવતા હતા. જેથી તેમને સિટી સિવિલ કોર્ટમાં કેસ કર્યો હતો. શીલાબેન વતી વકીલ રૂષવી શાહે દલીલો કરી હતી. કોર્ટે સમગ્ર રજૂઆતોને ધ્યાને રાખી ટ્રેડમાર્ક એટલે કે નામનો દુર ઉપયોગ કરનાર અન્ય હોટલ માલિક હસમુખ વોરાને તેની હોટેલ પરથી શિવશક્તિ ઢાબા નામ દૂર કરવાનો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...