અમદાવાદના નિત્યાનંદ આશ્રમમાંથી બે યુવતી ગુમ થવાને લઇ ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી. સુનાવણી દરમિયાન અરજદારના વકીલ તરફથી કહેવામાં આવ્યું કે ' સંબંધિત કેસના તપાસને લગતા કેટલાંક દસ્તાવેજો હજુ રેકોર્ડ પણ નથી લાવવામાં આવ્યાં, જેથી તે રજૂ કરવામાં આવે. વર્ષ 2020માં જમૈકા સરકારે સંબંધિત પોલીસ અધિકારીઓને એક લેટર લખ્યો હતો. જે લેટર રેકોર્ડ પર લાવવામાં નથી આવ્યો, તેવી રજૂઆત કરવામાં આવી છે.
બે યુવતીઓના પિતા તરફથી હાજર રહેતા વકીલ પ્રીતેશ શાહે જણાવ્યું કે, વર્ષ 2020માં અમેરિકાની સરકારે સંબંધિત પોલીસ અધિકારીઓને એક પત્ર લખ્યો હતો. જેમાં એવી શંકા વ્યક્ત કરી હતી કે, ગુમ થનાર બંને યુવતીઓ માનવ તસ્કરી માટે લાવવામાં આવી હોઈ શકે, જેથી આ બાબતે તપાસ કરવામાં આવે. જોકે આ પત્ર હજુ સુધી રેકોર્ડ પર લેવામાં નથી આવ્યો છે, જેથી આગામી સુનાવણી દરમિયાન કોર્ટ સમક્ષ આ પત્ર મૂકવામાં આવે'. જેને લઇને કોર્ટે પોલીસને કેસ સંબંધિત તમામ દસ્તાવેજો રજૂ કરવા હુકમ કર્યો. જેમાં આગામી 4થી મેના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
2019માં નિત્યાનંદ આશ્રમની હકીકત સામે આવી હતી
હાઇકોર્ટ સમક્ષ અગાઉની સુનાવણી દરમિયાન બન્ને યુવતીઓને હાજર થવા નિર્દેશ તો આપ્યા છે. પરંતુ તેઓ યેનકેન પ્રકારે વિવિધ કારણો આગળ ધરી હાજર નથી થઈ થઈ રહી. વર્ષ 2019માં અમદાવાદના હાથીજણ વિસ્તારમાં નિત્યાનંદ આશ્રમમાં ચાલતી પ્રવૃતિઓ અંગેની હકીકત સામે આવી હતી. આ દરમિયાન 2 નિત્યાનંદના આશ્રમમાં કાર્યરત નંદિતા અને લોપામુદ્રાના માતા-પિતા જ્યારે તેમની દીકરીઓને પરત લેવા પહોંચ્યા ત્યારે તેઓ ન મળી હતી. જે મામલે તેના પિતાએ ગુજરાત હાઈકોર્ટેમાં પોતાની દીકરી પરત મેળવવા માટે હેબિયસ કોર્પસ દાખલ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.