તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુકાદો:વેવાણને 20 લાખ પરત નહીં કરનાર વેવાઈને 6 માસ જેલ, 20 લાખ વળતર પેટે ચૂકવવા કોર્ટનો નિર્દેશ

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • પૈસા ઉછીના લીધા પછી વેવાઈએ આપેલો ચેક બાઉન્સ થતાં મામલો કોર્ટમાં ગયો હતો

વેવાણ પાસે રૂ.20 લાખ હાથ ઉછીના લઈ, પરત નહીં કરનાર વેવાઈને બીજા એડિ.સિવિલ જજ તથા જ્યુ. મેજિસ્ટ્રેટ અમદાવાદ ગ્રામ્યના ટી.એમ.ભાડજાએ દોષિત ઠેરવી ૬ માસની સજા અને ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવા નિર્દેશ કર્યો છે.

વૃંદાવન બંગ્લોઝમાં રહેતા રેખાબેનના દીકરા ભાવિનના લગ્ન મહેન્દ્રભાઈ પટેલ (રહે.23, આર્યવત બંગ્લોઝ-2,પ્રહલાદનગર)ની દિકરી સાથે થયા હતા. વેવાઈને વેપાર ધંધા માટે પૈસાની જરૂર પડતાં વેવાણ રેખાબેન પાસે 16 જાન્યુઆરી 2012ના રોજ રૂ.20 લાખ હાથ ઉછીના માગતા વેવાણે એ દિવસનો ચેક આપ્યો હતો. સામે વેવાઈ મહેન્દ્રભાઈએ 17 માર્ચ 2014નો ચેક આપ્યો હતો. આ દરમિયાન ભાવિન અને તેની પત્ની વચ્ચે ઝગડો થતાં વાત કોર્ટમાં ગઈ હતી.

આ દરમિયાન રેખાબેનને 2 એપ્રિલ 2014ના રોજ ચેક બેંકમાં ભરતા ચેક ઈનસુફિસિયન્ટ ફંડના કારણે શેરા સાથે પરત આવેલ. રેખાબેને વેવાઈ મહેન્દ્રભાઈનો સંપર્ક કરતા તેમણે ઉડાઉ જવાબ આપ્યો હતો. આથી તેમને લીગલ નોટિસ આપી હતી. ત્યારબાદ વેવાઈ મહેન્દ્રભાઈ વિરુદ્ધ ધી નેગોશિએબલ ઈન્સ્ટુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ મુજબ કોર્ટમાં ફરિયાદ કરી હતી.

કોર્ટે ફરિયાદની વેરિફિકેશન કરી ફોજદારી કેસ રજીસ્ટ્રેશન કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં કોર્ટે કેસ સમન્સ ટાયબેલ તરીકે ચલાવવાનો હુક્મ કરેલો. ત્યારબાદ આરોપીઓનું સી.આર.પી.સી. કલમ-૩૧૨ હેઠળ નિવેદન નોંધાયેલ છે. તેમાં તેઓ નિર્દોષ હોવાની હકીકત જણાવતાં ફરિયાદીનો કેસ નકારી કાઢેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો