કાર્યવાહી:બંગ્લોઝનું પઝેશન ન આપનાર રામેશ્વર ડેવલપર્સને કોર્ટે 10 હજારનો દંડ ફટકાર્યો

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બિલ્ડરે 2016માં નરોડામાં કેદારનાથ બંગ્લોઝ નામે સ્કીમ મૂકી હતી

નરોડાના કેદારનાથ બંગ્લોઝ સ્કીમમાં ગ્રાહકો પાસેથી પૈસા લઇને પઝેશન નહીં આપતા હાઇકોર્ટે રામેશ્વર ડેવલોપમેન્ટને 10 હજારનો દંડ ફટકાર્યો છે. હાઇકોર્ટે પ્રત્યેક ફલેટ હોલ્ડરને 10 હજાર ચૂકવી આપવા અને 50 લાખ રેરામાં જમા કરાવવા આદેશ કર્યો છે. બાકીના 70 લાખ કયારે ચૂકવી શકશે તે અંગે જવાબ આપવા આદેશ કર્યો છે. બિલ્ડરને સિવિલ કસ્ટડીમાં રાખવાના રેરાના હુકમ સામે હાઇકોર્ટે થોડા દિવસની રાહત આપી છે. રેરા દ્વારા બિલ્ડરને બે દિવસ સુધી રિસેપ્શન પર બેસાડી રાખવાનો હુકમ કર્યો હતો.

ગ્રાહકો તરફથી એડવોકેટ વિશાલ દવે અને નિપુણ સંઘવીએ એવી રજૂઆત કરી હતી કે, બિલ્ડરે વર્ષ 2016માં સ્કીમ નરોડામાં કેદારનાથ બંગ્લોઝ સ્કીમ તૈયાર કરી હતી. જેમાં 7 વ્યકિતએ બંગલા ખરીદ્યા, પરંતુ બાંધકામ ચાલુ હતું તે પહેલા પૈસા લઇ લેવામાં આવ્યા પરંતુ સમયસર બંગલાનું પઝેશન મળ્યંુ નહોતું. તેથી બિલ્ડર વિરુદ્ધ રેરામાં ફરિયાદ કરવામાં આવી હતી. રેરાએ 6 મહિનામાં પઝેશન આપવા આદેશ કર્યો હતો. તેમ છતાં બંગ્લાનું પઝેશન નહીં મળતા રેરાએ બિલ્ડરને દંડ અને સજા ફટકારી હતી. રેરાએ આ બંગ્લોઝ અન્ય કોઇને વેચવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. બિલ્ડરે સ્કીમ અધવચ્ચે મૂકીને બાકીની જમીન વેચી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...