કાર્યવાહી:વોરંટ ન બજાવતા સરદારનગર PIને કોર્ટની અવમાનની નોટિસ, 16 જૂને આરોપી સાથે હાજર રહેવા હુકમ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હુકમનો અનાદર કર્યો હોવાની કોર્ટની ટકોર

ચેક રિટર્નના બે કેસમાં આરોપીઓને ધરપકડ વોરંટ બજે કે વગર બજે કોર્ટમાં પરત નહીં કરાતા કોર્ટની અવમાનના કરવા બદલ સરદારનગર પીઆઇને એડી.ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સી.આર.પટેલે કારણદર્શક નોટિસ કાઢી અને નવેસરથી વોરંટ કાઢી વોરંટની બજવણી કરી આરોપીઓ સાથે 16 જૂને હાજર રહેવાનો પણ નિર્દેશ કર્યો છે.

કોર્ટે નોટિસ કાઢતા એવી ટકોર કરી છે કે, તમે ન્યાયીક કાર્યમાં મદદરૂપ થવાનું કાર્ય હોવા છતાં તમે રાજય સેવકના હુકમનો પણ અનાદર કરેલ છે. જેથી તમારી સાથે કોર્ટના હુકમની અવમાનના કરવા બદલ કાર્યવાહી કેમ ના કરવી તથા તમારી સામે આઇપીસી ની કલમ 187 તથા 227 મુજબ કેમ ફરિયાદ ન કરવી તે અંગેનો જવાબ આપવા કોર્ટમાં હાજર રહેવુ પડશે. જો તમે ઉપરોકત મુદતે હાજર નહીં રહો તો આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

મેસર્સ સી.એમ. એન્ટરપ્રાઇઝના માલિક ચેતનસીંગે એડવોકેટ નરેશ પરમાર દ્વારા કુમુદ પટેલ અને સમીર પટેલ વિરુધ્ધ રૂ.4.84 લાખ અને રૂ.33 હજારના રિટર્ન થયેલા ચેકની વર્ષ 2009 માં ફરિયાદ કરી છે. જે કેસમાં કોર્ટે આરોપીઓને વોરંટ કાઢવા છતાં આજદીન સુધી હાજર રહેતા નથી. 1 વર્ષમાં 3 ધરપકડ વોરંટ કઢાવવા છતાં પોલીસે તે બજવણી કર્યા વગર પરત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...