સુનાવણી:દુષ્કર્મ પીડિતાને ગર્ભપાત કરાવવા માટે કોર્ટની મંજૂરી, સગીરાની માતાની અરજી અંગે ચૂકાદો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

દુષ્કર્મનો ભોગ બનેલી 15 વર્ષની સગીરાનો 3 મહિનાનો ગર્ભપાત કરાવવા એડિ.સેશન્સ જજ તરૂણા રાણાએ સિવિલના નિષ્ણાત તબીબોનો અભિપ્રાય અને જરૂરી પ્રત્યક્ષ પુરાવાના દસ્તાવેજોને ધ્યાને લેતા પેનલ ડોક્ટરો દ્વારા ગર્ભપાત કરવાનો આદેશ કર્યો છે.

કોર્ટે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી એક્ટ 2021માં કરાયેલ નિર્દિષ્ટ પ્રક્રિયા અને તેના નિયમોનું ચુસ્ત પણે પાલન કરવા નિર્દેશ કર્યો છે. તેમજ ડીએનએ ઓળખ માટે ગર્ભમાંથી બ્લડ સેમ્પલ અને ટિશ્યુલઇ સ્ટાન્ડર્ડ મેડિકલ પ્રેક્ટિસ દ્વારા પ્રસ્થાપિત સાયન્ટિફિક પ્રેક્ટિસ અનુસરવા પણ નિર્દેશ કર્યો છે. તેમજ આ સેમ્પલો એફએસએલમાં પરીક્ષણ માટે તપાસનીશ અધિકારીને પણ આપવા કહ્યું અને તેના રિપોર્ટ કાનૂની સુનાવણી માટે જાળવી રાખવાના રહેશે. તેમજ સગીરાના ગર્ભપાતનો રીપોર્ટ કોર્ટમાં મોકલી આપવા પડશે.

દુષ્કર્મનો ભોગ બનેલી 15 વર્ષની સગીરાને 3 માસનો ગર્ભ રહેલો છે. તેના ગર્ભપાત માટે સગીરાની માતાએ સેશન્સ કોર્ટમાં અરજી કરી છે.જેમાં મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે રજૂઆત કરી કે, આ કેસમાં પીડિતાની ઉંમર 15 વર્ષ છે. સગીરાની મેડિકલ તપાસ કરવતા તેને 3 માસનો ગર્ભ છે. જે ગર્ભ સગીરા અને તેના માતા-પિતા રાખવા માગતા નથી. આથી કોર્ટે સિવિલના તબીબના રિપોર્ટ મગાવ્યા તેમાંં સગીરા ગર્ભપાત માટે સક્ષમ હોવાનું જણાવાયું હતું. આથી કોર્ટે સગીરાના ગર્ભપાત કરાવવા માટે આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...