પ્રિ-વેડિંગ ફોટોશૂટ:પ્રિ-વેડિંગ શૂટ માટે કપલ 1થી 3 લાખ ખર્ચ કરી ફોટોઝ, વીડિયોની સાથે લગ્નનું ટીઝર-ટ્રેલર બનાવડાવે છે

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
લા ફેબ્યુલોસો, સાણંદ - Divya Bhaskar
લા ફેબ્યુલોસો, સાણંદ
  • ફોટોગ્રાફર કપલને પેડ અને અનપેડ લોકેશન્સ પણ સજેસ્ટ કરે છે

લગ્નનાં ખર્ચ અને તેની તૈયારીઓમાં સમયાંતરે વિવિધતાઓ જોવા મળી છે. તેમાં પણ હવે લગ્ન પહેલાની તૈયારી અને ખર્ચમાં વધારો થયો છે. જેમાં ઘણી વખત એક પ્રિ-વેડિંગ શૂટનો ખર્ચ એક સામાન્ય વ્યક્તિના સંપૂર્ણ લગ્નનાં ખર્ચ જેટલો થઈ જતો હોય છે. એક પ્રિ-વેડિંગ શૂટ પાછળ ફોટોગ્રાફરની ફી ઉપરાંત થીમ પ્રમાણેનાં આઉટફિટ અને લોકેશનની સાથે ટ્રાવેલ એક્સપેન્સ 1 લાખથી 3 લાખ સુધીનો થતો હોય છે. જોકે, ઘણાં લોકો પોતાના બજેટમાં શૂટ કરવા માટે નજીકના અનએક્સપ્લોર્ડ પ્લેસિસ શોધે છે, જે જગ્યાને ફોટોગ્રાફર પોતાની સ્કિલથી વધારે ખાસ બનાવી દેતા હોય છે.

લા ફેબ્યુલોસો, સાણંદ
ખાસિયત - એક લાખ ફૂટમાં ફેલાયેલા આ સેટ પર 40થી વધુ લોકેશન છે. જેમાં યુરોપિયન અને એશિયન દેશોના સ્થળોને સમાવાયા છે. જ્યાં શૂટ માટે ખર્ચ કરવો પડશે.

કઠવાડા, ટેબ્લી હનુમાન મંદિર
ખાસિયત - લીલોતરી ધરાવે છે, ઘટાદાર વૃક્ષો અને વિવિધ પક્ષીઓની વચ્ચે અહીં ફોટોશૂટ થાય છે. ખૂબ ઓછી ચર્ચાયેલી જગ્યા હોવાથી લોકોની અવરજવર ઓછી છે, જે જગ્યાનું કોઈ ભાડુ નથી થતું.

રાંચરડા ગામ
ખાસિયત - રાંચરડા ગામમાં ઘટાદાર વૃક્ષોની સાથે વીકેન્ડ હોમ્સ પણ છે. ત્યાં એક કેનાલ હોવાથી પાણીનો ધોધ પણ શૂટના બેકગ્રાઉન્ડમાં પસંદ કરવામાં આવે છે. અહીં શૂટનો ચાર્જ નથી લેવાતો.

અશોક મીલ, નરોડા રોડ
ખાસિયત - અહીં જૂની બંધ પડેલી જર્જરિત મીલ છે અને જંગલ જેવો વિસ્તાર છે. જેથી જંગલ અને જર્જરિત મીલની વચ્ચે ફોટોશૂટ જોયા બાદ મોટાભાગનાં વ્યક્તિ લોકેશન અંગે પૂછપરછ કરે છે. આ જગ્યાએ ફોટોશૂટ માટે કોઈ પરવાનગી નથી લેવી પડતી.

ઘણા ક્લાયન્ટ 50 હજારમાં સારું રિઝલ્ટ માગે છે
એક પ્રિ-વેડિંગ ફોટોશૂટ પાછળ ઘણાં ક્લાયન્ટ્સ 2થી 2.50 લાખ સુધી પણ ખર્ચવા તૈયાર હોય છે અને ઘણાં ક્લાયન્ટ્સ 50 હજારના બજેટમાં પણ સારા રિઝલ્ટની ડિમાન્ડ કરે છે. - પ્રશાંત પટેલ, ફોટોગ્રાફર

લોકેશનનું બજેટ ના રાખનારનું પણ ધ્યાન રખાય છે
લોકેશનનું બજેટ ના રાખ્યું હોય ત્યારે કપલ્સને અમે એવા લોકેશન્સ સજેસ્ટ કરીએ છીએ જ્યાં કોઈ રેન્ટ નથી ચૂકવવું પડતું. જેમાં હિસ્ટોરિકલ પ્લેસનો સમાવેશ પણ થાય છે. > જિનેશ શેઠ, ફોટોગ્રાફર

અમદાવાદમાં જેસલમેરની ફીલ આપતો પેલેસનો સેટ તૈયાર કર્યો
લા ફેબ્યુલોસોની મુલાકાત બાદ દરેક કપલ અહીં જ પ્રિ-વેડિંગ શૂટ કરાવવાનું પસંદ કરશે. કપલ્સને અમદાવાદમાં જ રાજસ્થાનની ફીલ અપાવવા માટે જેસલમેર પેલેસ, મુઘલ પેલેસ, જોધપુર બ્લૂ સ્ટ્રીટના સેટની સાથે 40થી વધુ વિવિધ સેટ છે. - શિમોલી શાહ, લા ફેબ્યુલોસો

પ્રિ-વેડિંગ ફોટોશૂટ માટે આટલો ખર્ચ થાય છે
લોકેશન - 30-40 હજાર રૂ.
ફોટોગ્રાફર - 1 લાખથી 2.50 લાખ રૂ.
ટ્રાવેલ - 5થી 10 હજાર રૂ.
કપડાં - 7થી 10 હજાર રૂ.

અન્ય સમાચારો પણ છે...