વિધાનસભાની ચૂંટણી પહેલા પીસીબીએ સરદારનગરમાં બે અલગ અલગ જગ્યાએ રેડ કરીને 240 લીટર દેશી દારૂ પડકયો છે. આ ઉપરાંત જે જગ્યા પર દારૂ બનાવવામાં આવતો હતો તે જગ્યા પરથી દારૂ બનાવવાની સામગ્રી પણ કબ્જે કરી છે.બે આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે 2 આરોપી હજુ ફરાર છર જેની શોધખોળ હાથ ધરી છે.
સરદારનગઆ આવેલા બંગલા એરિયામાં આવેલા મકાનમાં પીસીબીએ બાતમીના આધારે રેડ કરતા 180 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો તથા ઘરમાં જ દારૂ બનાવવામાં આવતો હતો જેથી દારૂ બનાવવાની સામગ્રી પણ કબ્જે કરવામાં આવી છે.તો અન્ય એક મકાનમાં રેડ કરતા 60 લીટર દેશી દારૂ અને સામગ્રી મળી આવી હતી.આમ 2 અલગ અલગ રેડ કરીને 240 લીટર દેશી દારૂ પકડવામાં આવ્યો છે તથા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
180 લીટર દારૂના કેસમાં પોલીસે રજજોકુમાર પ્રજાપતિની ધરપકડ કરી છે જ્યારે નરેશ ગાગડેકર નામનો આરોપી ફરાર છે.60 લીટર દારૂના કેસમાં પ્રતાપસિંગ પ્રજાપતિની ધરપકડ કરી છે જ્યારે કાલુ નેતલેકર ફરાર છે જેની શોધખોળ હાથ ધરી છે.બંને મકાનમાંથી પીસીબીએ દારૂ સહિત ગેસનો બાટલો,મોટર,ડિગ્રી માપવાનું મશીન,ગોળ સહિતનો દારૂ બનાવવાની સામગ્રી કબ્જે કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.