ભાજપની જીત:અમદાવાદમાં કુબેરનગર વોર્ડની મતગણતરીના 10મા રાઉન્ડના અંતે ભાજપના ગીતાબા ચાવડાનો 664 મતથી વિજય

અમદાવાદ11 દિવસ પહેલા
ભાજપના કોર્પોરેટર ગીતાબા
  • 10મા રાઉન્ડના અંતે કોંગ્રેસના જગદીશ મોહનાનીને 16976 મત મળ્યાં
  • પહેલાં કોંગ્રેસના જગદીશ મોહનાની વિજેતા જાહેર થયા તે પછી ભાજપના ગીતા ચાવડા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષ 2021માં થયેલી ચૂંટણીમાં કુબેરનગર વોર્ડમાં ફેર મતગણતરીમાં ભાજપના મહિલા ઉમેદવાર ગીતાબા ચાવડાને વિજેતાને જાહેર કરવામાં આવ્યા હતા. ચૂંટણીના પરિણામને કોંગ્રેસના ઉમેદવાર જગદીશ મોહનાનીએ સુપ્રીમ કોર્ટ સુધી પડકાર્યું હતું. જેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આગામી 14 દિવસમાં મતની ફેર ગણતરી માટેના આદેશો આપવામાં આવ્યા હતા. જેના પગલે આજે અમદાવાદ એલડી એન્જિનિયરિંગ કોલેજમાં મતોની ગણતરી શરૂ કરાઈ હતી. આ મતગણતરીમાં અગાઉના પરિણામમાં કોઈ જ ફેરફાર નથી થયો.

10મા રાઉન્ડના અંતે કોંગ્રેસના જગદીશ મોહનાનીને 16976 મત મળ્યાં છે.જ્યારે ભાજપના ગીતાબા ચાવડાને 17638 મત મળ્યાં છે. જેથી ગીતાબા ચાવડા 664 મતોથી વિજયી થયાં છે. ગીતાબા 9 રાઉન્ડ સુધી પાછળ ચાલી રહ્યાં હતાં પરંતુ 10મા રાઉન્ડમાં તેમની જીત થઈ છે. પોસ્ટલ બેલેટને ગણતા કુલ 664 વોટથી ગીતાબા ચાવડા વિજયી થયાં છે.

સુપ્રીમ કોર્ટમાં ચૂંટણીના પરિણામને પડકારાયું હતું
ગત વર્ષે કોર્પોરેશનની ચૂંટણીમાં કુબેરનગર વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલ વિજેતા જાહેર થઈ હતી. જોકે બે દિવસ બાદ મતદાનની ગણતરીમાં ભાજપના મહિલા ઉમેદવાર ગીતાબા ચાવડાને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર જગદીશ મોહનાનીને હાર થઈ હોવાનું કહી તેમની પાસેથી કાઉન્સીલર તરીકેનું પ્રમાણપત્ર પરત લઈ લેવાયું હતું. કોંગ્રેસના ઉમેદવાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં ચૂંટણીના પરિણામને પડકારવામાં આવ્યું હતું.

પરિણામમાં ફેરફાર થશે તો જ તેને જાહેર કરાશે
14 દિવસમાં ફેર મતગણતરી કરવાના આદેશને પગલે આજે એલ ડી એન્જીનિયરીંગ કોલેજ ખાતે મતગણતરી યોજાઇ રહી છે. ગઈકાલે સાંજે સ્ટ્રોંગ રૂમ માંથી કોલેજ ખાતે કુબેર નગર વોર્ડ ની તમામ મતપેટીઓ લાવી અને પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવી હતી. અધિકારીના જણાવ્યા મુજબ જો પરિણામમાં ફેરફાર થશે તો જ તેને જાહેર કરવામાં આવશે. 109 બેલેટ અને 101 કંટ્રોલ યુનિટનો આ મતગણતરીમાં પુનઃ ઉપયોગ થશે..

કોંગ્રેસના ઉમેદવારને આટલા મત મળ્યા હતાં

  • ઊર્મિલાબેન પરમાર કોંગ્રેસના ઉમેદવારને 18407 મત મળ્યા હતા.
  • કામિનીબેન ઝા કોંગ્રેસના ઉમેદવારને 17697 મત મળ્યા હતા
  • જગદીશભાઈ મોહનાણી કોંગ્રેસના ઉમેદવારને 16992 મત મળ્યા હતા
  • નિકુલસિંહ તોમર કોંગ્રેસ ઉમેદવારને 17292 મત મળ્યા હતા

ભાજપના ઉમેદવારોને આટલા મત મળ્યાં હતાં

  • મનીષાબેન વાઘેલા ભાજપના ઉમેદવાર15235ને મત મળ્યા હતા
  • ગીતાબા ચાવડા ભાજપના ઉમેદવારને 17656 મળ્યા હતા
  • પવન શર્મા ભાજપના ઉમેદવારને 15437 મત મળ્યા હતા
  • રાજા રતવાણી ભાજપના ઉમેદવારને 14778 મત મળ્યા હતા
અન્ય સમાચારો પણ છે...