તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Counting Agents Got Stuck Blocking The Road Around Gujarat College In Ahmedabad, Had To Park Their Vehicle 1 Km Away And Come To A Walking Place.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અવ્યવસ્થા:અમદાવાદમાં ગુજરાત કોલેજ બહાર કાર્યકરોની ભીડ વધતાં પોલીસ કાફલો દોડતો થયો, ગેટ આગળનો એક તરફનો રસ્તો બંધ કરાયો

અમદાવાદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
100થી વધુ મતગણતરી એજન્ટોને નિમણૂક પત્ર હોવા છતાં વાહન સાથે પ્રવેશ ન અપાયો. - Divya Bhaskar
100થી વધુ મતગણતરી એજન્ટોને નિમણૂક પત્ર હોવા છતાં વાહન સાથે પ્રવેશ ન અપાયો.
  • 100થી વધુ મતગણતરી એજન્ટોને નિમણૂક પત્ર હોવા છતાં વાહન સાથે પ્રવેશ ન અપાયો
  • ચૂંટણીનાં પરિણામ પહેલાં અમદાવાદમાં ખાનપુર ખાતેના ભાજપના કાર્યાલય પર પોલીસ- બંદોબસ્ત ગોઠવાયો
  • પરિણામ અપડેટ જોવા માટે LED સ્ક્રીન લગાવવામાં આવી

અમદાવાદમાં મતગણતરી શરુ થઈ ગઈ છે. પોસ્ટલ બેલેટના મતની ગણતરી શરૂ થઈ ગઈ છે. ત્યારે એલ.ડી. કોલેજ તથા ગુજરાત કોલેજ ફરતેના રસ્તા બંધ કરી દેવામા આવ્યા છે, જેથી મતગણતરીના એજન્ટો અટવાઈ ગયા છે. 100થી વધુ એજન્ટોને પોતાનાં વાહનો એક કિલોમીટર દૂર મૂકીને ચાલતા મતગણતરી કેન્દ્ર સુધી પહોંચવાનો વારો આવ્યો છે. બંને કેન્દ્રોની બહાર ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.એલ. ડી. કોલેજમાં પ્રવેશ માટેના 2 દ્વાર રાખવામાં આવ્યાં છે, જેમાં 1 નંબરનો ગેટ VVIP માટે રાખવામાં આવ્યો છે. 2 નંબરના ગેટ પરથી ઉમેદવાર અને તેમના એજન્ટોને પ્રવેશ આપવામાં આવે છે.
બેરિકેડિંગ કરીને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો
ગુજરાત યુનિવર્સિટીથી પોલીસ સ્ટેશન જતો માર્ગ બેરિકેડિંગ કરીને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. આ માર્ગ પર ચાલીને આવનારા લોકોને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. યુનિવર્સિટી આસપાસનાં લારીગલ્લા પણ બંધ કરાવવામાં આવ્યાં છે. 2 નંબરના ગેટથી પ્રવેશ મેળવનારા તમામ ઉમેદવાર અને તેમના એજન્ટોના મોબાઈલ ફોન અને તમામ પ્રકારનાં ઈલેક્ટ્રિક ઉપકરણો બહાર મૂકવામાં આવી રહ્યાં છે. ટૂંક જ સમયમાં મતગણતરી પણ શરૂ થશે. ભાજપના ખાનપુર ખાતેના કાર્યાલય ખાતે મતગણતરીની શરૂઆત સમયે ઠંડો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે ભાજપે કાર્યાલય ખાતે સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા ગોઠવી રાખી છે, જેથી સારાં પરિણામથી કાર્યાલય બહાર ઉજવણી થઈ શકે. હાલ કોઈ નેતા કાર્યાલય પર હાજર નથી. એ ઉપરાંત કાર્યાલય પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

એલ.ડી. કોલેજ તથા ગુજરાત કોલેજ ફરતેના રસ્તા બંધ કરી દેવામા આવ્યા.
એલ.ડી. કોલેજ તથા ગુજરાત કોલેજ ફરતેના રસ્તા બંધ કરી દેવામા આવ્યા.

પરિણામ અપડેટ જોવા માટે LED સ્ક્રીન લગાવવામાં આવી
મતગણતરી કેન્દ્ર પર અલગ પોલીસ કંટ્રોલરૂમ, સીસીટીવી કંટ્રોલરૂમ અને ઓબ્ઝર્વેશન રૂમ, મતગણતરી એજન્ટ પ્રતીક્ષા માટે અલગ ટેન્ટ, પાર્ટી એજન્ટ સીસીટીવી રૂમ, લોકરરૂમ, હેલ્પડેસ્ક,ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ વગેરે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. કોરોનાની ગાઈડલાઈન્સ લઈ માસ્ક અને સેનિટાઈઝરની વ્યવસ્થા પણ કરાઈ છે. બંને મતગણતરી કેન્દ્ર પર 60થી વધુ સીસીટીવી કેમેરા મારફત નજર રાખવામાં આવશે. બહાર ઉમેદવાર અને એજન્ટો મતનું પરિણામ અને અપડેટ જોઈ શકે એના માટે એક મોટી LED સ્ક્રીન પણ એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે લગાવવામાં આવી છે.
અમદાવાદમાં મતગણતરીની આગલી રાતે હંગામો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનું પરિણામ આવવાની પૂર્વ રાતે સોમવારે મોડી રાતે ગુજરાત કોલેજના ઇવીએમ સ્ટ્રોંગ રૂમમાં મૂકેલા ઇવીએમમાં ચેડાં કરવામાં આવી રહ્યાં હોવાની અફવા ફેલાતાં કેટલાક ઉમેદવાર અને તેમના ટેકેદારો ગુજરાત કોલેજના મુખ્ય ગેટ પર એકત્ર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. ગુજરાત કોલેજના સ્ટ્રોંગ રૂમમાં મૂકેલા ઇવીએમ મશીનમાં ચૂંટણીનાં પરિણામ પહેલાં ચેડાં કરી પરિણામો બદલી નાખવા માટે સત્તાધારી પક્ષમાં કેટલાક કાર્યકરો ઇવીએમની પેટીઓ વાહનોમાં નાખીને લઈ ગયા હોવાની અફવા ફેલાતાં ચૂંટણી લડી રહેલા ઉમેદવારો તેમના ટેકેદારો સાથે મોટી સંખ્યામાં ગુજરાત કોલેજના ગેટ પર દોડી ગયા હતા અને ગેટ ખોલી અંદર જવા માટે પોલીસ સાથે ઘર્ષણમાં ઊતર્યા હતા.

બેરિકેડિંગ કરીને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો.
બેરિકેડિંગ કરીને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો.

ક્યાં વોર્ડની ક્યાં ગણતરી થશે
એલ.ડી. કોલેજ -

થલતેજ, મકતમપુરા, ઇન્દ્રપુરી, વસ્ત્રાલ, રામોલ - હાથીજણ, સરદારનગર, કુબેરનગર, નરોડા, દરિયાપુર, ખાડિયા, જમાલપુર, સૈજપુર બોઘા, ઇન્ડિયા કોલોની, ઠક્કરબાપાનગર, બહેરામપુરા , લંભા, વટવા, પાલડી, વાસણા, નવરંગપુરા, બાપુનગર, સરસપુર -રખિયાલ, ગોમતીપુર
ગુજરાત કોલેજ
ક્યાં વોર્ડ - સાબરમતી, ચાંદખેડા, રાણીપ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ગોતા, દાણીલીમડા, જોધપુર, ઇસનપુર, મણિનગર, વેજલપુર, સરખેજ, નવા વાડજ, નારણપુરા, સ્ટેડિયમ, અમરાઈવાળી, ભાઈપુરા - હાટકેશ્વર, ખોખરા, નિકોલ, વિરાટ નગર, ઓઢવ, શાહપુર, શાહીબાગ, અસારવા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો