તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ જિલ્લા પોલીસનો પ્રોજેક્ટ સંવાદ:કોરોના પીડિત 1063 દર્દીનું કાઉન્સેલિંગ કરી મનોબળ વધાર્યું; ટેલિકાઉન્સેલિંગ ટીમે 20ને દવા અને 8ને 14 દિવસ ટિફિનની વ્યવસ્થા કરી આપી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • મોટાભાગનાને કોરોનાના કેસ, મૃત્યુ, ઓક્સિજનની અછત જેવા સમાચારો સતત ન જોવા સલાહ

અમદાવાદ જિલ્લા પોલીસે પ્રોજેક્ટ સંવાદ હેઠળ શરૂ કરેલા ટેલિકાઉન્સેલિંગમાં મનોચિકિત્સકોએ 125 સિનિયર સિટિઝન સહિત 14 દિવસમાં 1063 કોરોના પોઝિટિવ સાથે સંવાદ કરી તેમનું મનોબળ મજબૂત કર્યું છે. જિલ્લા ડીએસપી વિરેન્દ્ર યાદવના જણાવ્યા અનુસાર ટેલિકાઉન્સેલિંગ ટીમે 20 વ્યક્તિને દવા જ્યારે 10 વ્યકિતને ફ્રૂટની અને 8 વ્યકિતને 14 દિવસ માટે ટિફિનની જરૂરિયાત પોલીસે પૂરી પાડી હતી.

આધેડને ટીવી પર માત્ર પોઝિટિવ ન્યૂઝ જોવા સલાહ
50 વર્ષના એક પુરુષ ટીવી પર આખો દિવસ કોરોનાના કેસના સમાચાર જોતા હોવાથી ડરી ગયા હતા. તેમનું કાઉન્સેલિંગ કરીને એવું કહેવામાં આવ્યુ કે તમે પોઝિટિવ ન્યૂઝ જુઓ કે કેટલા દર્દી સાજા થયા તેમજ આઈપીએલ, વેબ સિરિઝ, ફિલ્મ જુઓ, મિત્રો સાથે વાત કરો. સાજા ન થાવ ત્યા સુધી નેગેટિવ સમાચારો જોવાનું ટાળો.

હતાશા ખંખેરી કામમાં ધ્યાન પરોવવા કહેવાયું
​​​​​​​45 વર્ષની એક વ્યક્તિ અને તેની પત્નીને કોરોના થયો. તેઓ એમ માનતા હતા કે હવે વૃદ્ધ માતા-પિતા અને 8 વર્ષના પુત્ર, 4 વર્ષની પુત્રીને પણ ચેપ લાગશે. તેઓ 14 દિવસ પછી પણ સાજા થયા ન હતા. આખરે તેમનું કાઉન્સેલિંગ કરી ફરી કોરોના ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ નેગેટિવ આવતા ઓફિસ જવાની, પરિવારનું ધ્યાન રાખવાની સલાહ અપાઈ.

યુવકને કહ્યું, તમે ફરી કોરોનાને હરાવી શકશો
​​​​​​​કોલેજમાં ભણતા 25 વર્ષના યુવાનને બીજી વખત કોરોના થયો જેથી તે ખૂબ હતાશ થઈ ગયો હતો અને મગજમાં જાત ભાતના વિચારો આવતા હતા. જેથી તે યુવાનને ફોન કરીને સમજાવવામાં આવ્યો કે પહેલી વખત તમે કોરોનાને માત આપીને સાજા થઇ ગયા હતા તેવી જ રીતે બીજી વખત પણ સાજા થઇ જશો.

અન્ય સમાચારો પણ છે...