નશાનો કારોબાર:અમદાવાદમાં દારૂ બાદ હવે કફ સિરપનો નશો; જમાલપુર અને કારંજમાં ખુલ્લેઆમ વેચાણ

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
કફ સિરપનો નશા માટે વેચાણ પોલીસે ઝડપી પાડ્યું છે - Divya Bhaskar
કફ સિરપનો નશા માટે વેચાણ પોલીસે ઝડપી પાડ્યું છે
  • દારૂના સ્ટેન્ડની જેમ જમાલપુર દરવાજા નજીક કફ સિરપ વેચાતું
  • હવે સોદાગરની પોળમાં વેચાતો સામાન્ય જથ્થો પકડાયો
  • ગરીબો અને બાળકો નશો કરે છે પણ પોલીસ નિંદ્રાધીન

અમદાવાદ ગાયકવાડ હવેલી એ હવે 28,000 જેટલી કિંમતનો કફ સિરપ પકડીને 28000 જેટલી કિંમતનો કફ સિરપ પકડીને કાર્યવાહી કરી છે. પણ જમાલપુર, કારંજ અને કાલુપુર જેવા વિસ્તારમાં નશાના હબ બની ગયા છે. જેમાં ખાસ કરીને કફ સિરપ અને નાના બાળકો દ્વારા સોલ્યુશન ટ્યૂબથી લઈને અનેક સોલ્યુશન ટ્યૂબથી લઈને અનેક નશાઓ સામેલ છે. આ વિસ્તારમાં સ્થાનિક અગ્રણીઓ સામાજિક કાર્યકરો આ બધી હટાડવા માટે પ્રયાસ કરી રહ્યા છે. તેમ છતાં આ નશાની વસ્તુઓ વેચાતા સ્થાનિક પોલીસ સ્ટેશન સામે ઊભી થઈ છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી કફ સિરપના વેચાણ પર અલગ અલગ એજન્સીઓ દ્વારા રેડ કરવામાં આવે છે. તેમ છતાં અમુક વિસ્તારમાં આ દૂષણ કાર્યરત જ છે. જેમાં ખાસ કરીને શહેરના કારણ જ વિસ્તારમાં નાના બાળકો સોલ્યુશનની ટ્યૂબ સુંઘવાનો નશો કરે છે તેમજ આ વિસ્તારમાં એમ ડી ડ્રગ્સ પણ મળતું આવવાની વાતો અને એક વખત ચર્ચા છે.

સોલ્યુશનથી બાળકો નશો કરે છે
સોલ્યુશનથી બાળકો નશો કરે છે

કાલુપુર વિસ્તારમાં સોલ્યુશનની ટ્યૂબો લઈને શહેરના અલગ અલગ વિસ્તારમાં બાળકો દ્વારા વેચાતી હોય તેવું પોલીસ તપાસમાં બહાર આવી ચૂક્યું છે. ત્યારે કફ સિરપ પણ એટલું જ દુષણ છે. જેને અન્ય એજન્સીઓને ખબર પડે છે પણ સ્થાનિક પોલીસને ખબર પડતા ખૂબ મોડું થઈ જાય છે. અમદાવાદ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનથી થોડેક દૂર આવેલા સોદાગરની પોળના એક મકાનમાં ફૈઝાન ઉર્ફે બાબુ કાળીયો 28,000ની કફ સિરપ સાથે ઝડપાયો છે. પોલીસ એ હાલ તેની સામે કાર્યવાહી કરી છે. પણ સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર કફ સિરપનું વેચાણ જમાલપુર દરવાજા પાસે દબાણ આવતા હવે અલગ અલગ પોળમાં થઈ રહ્યું હોવાનું માનવામાં આવી રહી છે.

આ અંગે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પીઆઈ આરએચ સોલંકીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, હું આરામમાં છું, પછી વિગત આપીશ.

અન્ય સમાચારો પણ છે...