તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્લાસ્ટિક ફ્રી કેમ્પસ:GLS યુનિવર્સિટીના 22 કોલેજના વિદ્યાર્થીઓને કોટન બેગ અપાઈ, પ્લાસ્ટિકનો વપરાશ રોકવા પ્રયાસ

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્લાસ્ટિકના વપરાશ બંધ કરવા વિદ્યાર્થીઓને GLS યુનિવર્સિટીએ કોટન બેગ  આપી - Divya Bhaskar
પ્લાસ્ટિકના વપરાશ બંધ કરવા વિદ્યાર્થીઓને GLS યુનિવર્સિટીએ કોટન બેગ આપી
  • વિવિધ સ્લમ વિસ્તારમાં કોટન બેગનું વિતરણ કરવામાં આવશે
  • કોલેજ શરૂ હતી ત્યારે 7 હજાર વિદ્યાર્થીઓને માસ્ક અને સેનિટાઇઝરની કીટ પણ અપાઈ હતી

પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે જેને લઇને GLS યુનિવર્સિટી દ્વારા પ્લાસ્ટિક ફ્રી કેમ્પસ બનાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાનની શરૂઆત કોલેજથી શરૂ કરવામાં આવી છે, જેમાં કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને કોટનની બેગ વિનામૂલ્યે આપવામાં આવી હતી.

પ્લાસ્ટિક ફ્રી કેમ્પસ અભિયાન
ગુજરાત લૉ સોસાયટી દ્વારા કેમ્પસમાં આવેલી 22 કોલેજમાં વિદ્યાર્થીઓને સાથે રાખીને પ્લાસ્ટિક ફ્રી કેમ્પસ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓને કોટન બેગનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત વિવિધ સ્લમ વિસ્તારમાં જ્યાં પ્લાસ્ટિક બેગમાં ઉપયોગ વધુ થાય છે ત્યાં કોટન બેગનું વિતરણ કરવામાં આવશે. કોલેજ શરૂ હતી તે દરમિયાન 7 હજાર વિદ્યાર્થીઓને માસ્ક અને સેનિટાઇઝરની કીટ પણ આપવામાં આવી હતી.

પ્લાસ્ટિક ફ્રી ઝોનની GLSના વાઈસ પ્રેસિડેન્ટ જાહેરાત કરી હતી
આ અંગે એચ.એ.કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે જણાવ્યું હતું કે, વધતા પ્રદૂષણને અટકાવવા GLSના વાઈસ પ્રેસિડેન્ટ દ્વારા કોલેજને નો પ્લાસ્ટિક ઝોન બનાવવાની જાહેરાત કરવામાં આવી છે તેનું હાલ પાલન કરાવવામાં આવી રહ્યું છે. કોલેજ શરૂ હતી ત્યારે કોટન બેગ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી ઉપરાંત અત્યારે પણ વિદ્યાર્થીઓ કોઈ કામથી આવે તેમને પણ બેગ અને કીટ આપવામાં આવે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો