તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:4 પ્રશ્નના જવાબમાં ભૂલ હોવાથી GPSCના રિઝલ્ટમાં સુધારો, પુછાયેલા 4 પ્રશ્નના એકથી વધુ જવાબ હતા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા વધુ 600 ઉમેદવારોનો સમાવેશ થયો

જીપીએસની વર્ગ-1, 2ની પરીક્ષાના મેરિટ લિસ્ટ જાહેર કર્યા બાદ ઉમેદવારોએ ફાઇનલ આન્સર કીમાં ભૂલ હોવાની રજૂઆત કરી હતી. રજૂઆતમાં જણાવ્યું હતું કે, સરકારી રેકોર્ડની માહિતી પ્રમાણે પરીક્ષામાં પુછાયેલા 4 પ્રશ્નોમાં એક કરતાં વધુ જવાબ છે. આ સ્થિતિમાં તેનો લાભ ઉમેદવારોને મળવો જોઇએ. આથી જીપીએસસીએ વર્ગ-1,2નું પરિણામ ફરી જાહેર કર્યું છે, નવા પરિણામમાં નવા વધુ 600 ઉમેદવારોનો સમાવેશ થયો છે.

જાહેર કરાયેલા વર્ગ-1, 2ના પરિણામમાં સુધારો કર્યો છે. આયોગ દ્વારા ઉમેદવારોની રજૂઆત બાદ નિર્ણય લેવાયો છે. આયોગના નિર્ણયને કારણે એક અથવા બે ગુણથી મેરિટ લિસ્ટમાં સમાવેશ ન પામેલા ઉમેદવારોને સમાવેશ નવા મેરિટ લિસ્ટમાં થયો છે. અનામત નીતિનો અમલ કરવાથી 6997 ઉમેદવારોનો પ્રોવિઝનલ લિસ્ટમાં સમાવેશ થયો છે.

અન્ય સમાચારો પણ છે...