અનાજ વિતરણ:સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની તબાહીમાં બેઘર અને જરૂરિયાતમંદ લોકોની મદદ માટે કોર્પોરેટરોએ રાહત સામગ્રી ઉના મોકલી

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
550થી વધુ રાશન કીટ ઉના મોકલવામાં આવી - Divya Bhaskar
550થી વધુ રાશન કીટ ઉના મોકલવામાં આવી
  • એક રાશન કિટમાં 38 કિલો જેટલો કરીયાણું અને અનાજનો સામાન મોકલવામાં આવ્યો છે

વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રમાં સર્જાયેલી તબાહીના પગલે હજી લોકોની સ્થિતિ થાળે પડી નથી. સમગ્ર રાજ્યમાંથી લોકો દ્વારા વાવાઝોડાના અસરગ્રસ્ત લોકોને મદદ કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદના શાહીબાગ વિસ્તારના કોર્પોરેટર ભરતભાઇ રણછોડભાઈ પટેલ(લાલભાઈ) દ્વારા 550થી વધુ રાશન કીટ ઉના મોકલવામાં આવી છે. એક રાશન કિટમાં 38 કિલો જેટલો કરીયાણું અને અનાજનો સામાન મોકલવામાં આવ્યો છે.

શાહીબાગ વિસ્તારના કોર્પોરેટર વાવાઝોડાના અસરગ્રસ્તની મદદે આવ્યાં
શાહીબાગ વિસ્તારના કોર્પોરેટર વાવાઝોડાના અસરગ્રસ્તની મદદે આવ્યાં

તાઉ તે વાવાઝોડાએ સૌરાષ્ટ્રના ઉના જાફરાબાદ સહિતના વિસ્તારોમાં તબાહી મચાવતા આજે પણ જનજીવન હજી થાળે પડ્યું નથી. કેટલાક ગામોમાં ખાવાની પણ તકલીફો પડી રહી છે. આવા સમયે NGO અને લોકો સૌરાષ્ટ્રવાસીઓની મદદે આવ્યા છે. શાહીબાગ વિસ્તારના કોર્પોરેટર ભરતભાઇ પટેલએ વાવાઝોડાના અસરગ્રસ્તની મદદ કરવા માટે 550 જેટલી રાશન કીટ અને કરીયાણું, લોટ સહિતનો સામાન મોકલવાનું નક્કી કર્યું હતું. બે જેટલી ટ્રક ભરી અને વાવાઝોડામાં વધુ નુકસાન જે વિસ્તારમાં થયું છે એવા ઉનામાં મોકલવાનો નિર્ણય કર્યો હતો. રાહત સામગ્રી મોકલવામા ધારાસભ્ય પ્રદીપ પરમાર સહિતના કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા હતા.

NGO અને લોકો સૌરાષ્ટ્રવાસીઓની મદદે આવ્યા
NGO અને લોકો સૌરાષ્ટ્રવાસીઓની મદદે આવ્યા
એક રાશન કિટમાં 38 કિલો જેટલો કરીયાણું અને અનાજનો સામાન
એક રાશન કિટમાં 38 કિલો જેટલો કરીયાણું અને અનાજનો સામાન
અન્ય સમાચારો પણ છે...