નિકોલમાં બક્ષીપંચ સેલની બેઠકમાં હોબાળો:એક વર્ષથી કોર્પોરેટરો સોસાયટીમાં દેખાયા પણ નથી: ભાજપ કાર્યકરો

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરમાં ભાજપના મોટાભાગના ચૂંટાયેલા કોર્પોરેટરની પ્રથમ ટર્મ છે, ત્યારે અનેક વિસ્તારોમાં કોર્પોરેટરો વિજેતા થયા બાદ મોટાભાગની સોસાયટીઓમાં ફરક્યા પણ નહી હોવાની ફરિયાદો ઊઠી છે. આ મામલે મંગળવારે નિકોલમાં યોજાયેલી બક્ષીપંચ સેલની બેઠકમાં ભારે હંગામો થયો હતો.

બક્ષીપંચ સેલની યોજાયેલી બેઠકમાં કાર્યકરો દ્વારા એવી રજૂઆતો કરવામાં આવી હતી કે, સ્થાનિક વિજેતા કોર્પોરેટરો 25મી ફેબ્રુઆરી, 2021માં વિજેતા થયાના એક વર્ષ વિતવા આવ્યું છે છતાં પણ હજુ સુધી કોર્પોરેટરો તેમની સોસાયટીઓમાં ફરક્યા પણ નથી. એટલું જ નહી પણ તેમના સ્થાનિક કામો માટે કોર્પોરેટરોનો સંપર્ક પણ થતો નથી. અનેક કોર્પોરેટરોને જ્યારે કોઇ બાબતે રજૂઆત થાય તો તેઓ કોઇને કોઇ કાર્યક્રમો વ્યસ્ત હોવાનું કહેવામાં આ‌વે છે. આવી સ્થિતિમાં શહેરમાં ભાજપના કાર્યકરોએ જ કોર્પોરેટરની કાર્યપદ્ધતી સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. એક કે બે કોર્પોરેટર જ માંડ જાહેરમાં દેખાય છે, જ્યારે બાકીના સભ્યો તો સ્થાનિક કક્ષાએ કોઇ ખાસ કાર્ય‌વાહી કરતાં નથી.

શહેરના મોટાભાગના વિસ્તારમાં આવી જ સ્થિતિ હોવાનું જાણવા મળ્યું છે. જે વિસ્તારમાં કોર્પોરેટરની પ્રથમ ટર્મ છે તેવા વિસ્તારમાં યોગ્ય કાર્યવાહી થતી નહીં હોવાની ફરિયાદો ઊઠી છે. ભાજપના વિજેતા 160 કોર્પોરેટરમાં 117 જેટલા કોર્પોરેટર તો સાવ નવા છે, જેને કારણે સ્થાનિક વિસ્તારની સમસ્યાઓ સમજવાથી લઇને અનેક પ્રશ્નો ઊભા થઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...