અનોખો વિરોધ:અમદાવાદના ગોમતીપુરમાં તૈયાર કોમ્યુનિટી હોલના લોકાર્પણ બાદ ઉપયોગ શરૂ ન થતા કોર્પોરેટર અને સ્થાનિકોએ બેસણું કરી વિરોધ કર્યો

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
હોલની બહાર વિરોધ કરતા લોકોની તસવીર - Divya Bhaskar
હોલની બહાર વિરોધ કરતા લોકોની તસવીર
  • 4.50 કરોડના ખર્ચે રીનોવેટ કરાયેલો કોમ્યુનિટી હોલ છેલ્લા 1 વર્ષથી તૈયાર ધૂળ ખાય છે
  • હોલના વપરાશના દર નક્કી ન કરાતા સ્થાનિકો ઉપયોગ નથી કરી શકતા

અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 4.50 કરોડના ખર્ચે રીનોવેટ કરવામાં આવેલા વીર ભગતસિંહ હોલનું સાત મહિના પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકાર્પણ કર્યું હતું. હોલના લોકાર્પણ બાદ આજદિન સુધી હોલના ડિપોઝીટ અને દર નક્કી ન કરવામાં આવતા આજે સ્થાનિક કોર્પોરેટર ઈકબાલ શેખ અને સ્થાનિક લોકોએ અનોખો વિરોધ કર્યો હતો. વીર શહિદ ભગતસિંહ હોલનું બેસણું રાખી કોર્પોરેટર તેમજ સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. જોકે મંજૂરી વગર કાર્યક્રમ કરતા ગોમતીપુર પોલીસે ઈકબાલ શેખ સહિત 20 લોકોની અટકાયત કરી હતી.

4.50 કરોડના ખર્ચે તૈયાર હોલ હજુ પણ બંધ
રાજ્યમાં સરકારે લગ્ન માટે 200 લોકોને પરવાનગી આપી છે. જોકે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ગોમતીપુરમાં નવા રીનોવેટ થયેલા વીર ભગતસિંહ કોમ્યુનિટી હોલ એક વર્ષ પહેલા કાર્ય પૂર્ણ થઇ ગયું છે. સાડા ચાર કરોડના ખર્ચે બનાવેલા અદ્યતન હોલ હજુ પણ બંધ છે. એક વર્ષથી આ તૈયાર થયેલા હોલ ઉપયોગ માટે શરૂ કરવામાં આવતો નથી. જેને લઇને સ્થાનિક કોર્પોરેટર ઇકબાલ શેખ દ્વારા બેસણાનો પ્રતિકાત્મક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. કોર્પોરેશનના બે વિભાગના સંકલનના અભાવે લોકોને સુવિધાઓ ના મળતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

ગોમતીપુરમાં રીનોવેટ કરાયેલા હોલની તસવીર
ગોમતીપુરમાં રીનોવેટ કરાયેલા હોલની તસવીર

ગોમતીપુરમાં 1.50 લાખ વચ્ચે એક જ કોમ્યુનિટી હોલ
ગોમતીપુર તેમજ આસપાસના 1.50 લાખ લોકો વચ્ચે એક જ કોમ્યુનિટી હોલ છે. લગ્નગાળામાં સરકારી હોલ સસ્તા ભાડામાં મળે તેવું લોકો પણ ઇચ્છતા હોય છે. કોર્પોરેટરે આ મામલે સરકાર પર આક્ષેપો કર્યા હતા. પરવાનગી વગર કરવામાં આવેલા આ દેખાવોને લઈને 20 જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.