તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહતનો નિર્ણય:ખાનગી સોસાયટીઓમાં રોડ, ગટર, સ્ટ્રીટ લાઈટ સહિતના કામો માટે કોર્પોરેટર, ન.પા સભ્ય કે ધારાસભ્ય ગ્રાન્ટમાંથી 20 ટકા સુધી ફાળો આપી શકશે

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
આ તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
આ તસવીર પ્રતિકાત્મક છે
  • રાજ્યના મહાનગરો-નગરોમાં જનભાગીદારી ઘટક કામોમાં ખાનગી સોસાયટી, હાઉસીંગ વસાહતો, ફ્લેટ ધારકોને લાભ
  • કોર્પોરેટર-નગરપાલિકાના સભ્ય તેમની ગ્રાન્ટમાંથી 10ને બદલે 20 ટકા રકમ પોતાની સંમતિથી ફાળવી શકશે

રાજ્યના મહાનગરો-નગરોમાં સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં જનભાગીદારી ઘટકના કામો માટે ખાનગી સોસાયટીઓ, હાઉસીંગ બોર્ડની વસાહતો અને ફ્લેટના રહિશોને ભોગવવાના થતા 20 ટકા ફાળાની રકમ હવે, ધારાસભ્યો, કોર્પોરેટર, નગરપાલિકાના સભ્ય તેમની ગ્રાન્ટમાંથી તેઓ પોતાની સંમતિથી ફાળવી શકશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગેનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

ખાનગી સોસાયટીઓ, હાઉસીંગ વસાહતો, ફ્લેટ ધારકોને રાહત
સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં જનભાગીદારી ઘટક હેઠળની પ્રવર્તમાન જોગવાઇ અનુસાર ખાનગી સોસાયટીઓ, હાઉસીંગ બોર્ડની વસાહતો અને ફલેટના રહેવાસીઓને આંતરિક રસ્તા ઉપર ડામર કે પથ્થરનું પેવિંગ, રિસરફેસીંગ, સિમેન્ટ કોન્ક્રીટના રોડ, સ્ટ્રીટ લાઇટ, પાણીની પાઇપલાઇન, વોટર હાર્વેસ્ટીંગ, કોમન પ્લોટના પેવરીંગ તથા ભૂગર્ભ ગટરના કામો હાથ ધરવા માટે 70 ટકા ફાળો સરકારની ગ્રાન્ટનો, 20 ટકા ખાનગી સોસાયટી દ્વારા અને 10 ટકા સ્થાનિક સંસ્થા દ્વારા ભોગવવાનો રહે છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની ફાઈલ તસવીર
મુખ્યમંત્રી વિજય રૂપાણીની ફાઈલ તસવીર

લોકફાળાની રકમમાં 20 ટકા સુધી ધારાસભ્ય, કોર્પોરેટર આપી શકશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નગર સુખાકારીના કામોના વ્યાપક હિતમાં અને વધુ લોકો આવા કામોનો લાભ થઇ શકે તે માટે હવે એવો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે, જનભાગીદારી ઘટક અન્વયેના કામો માટે ખાનગી સોસાયટીઓએ ભરવાના થતા 20 ટકા લોક ફાળાની રકમમાં ધારાસભ્યો, કોર્પોરેટર, નગરપાલિકાના સભ્યની ગ્રાન્ટમાંથી અગાઉના 10ને બદલે હવે 20 ટકા રકમ તેઓ પોતાની સંમતિથી ફાળવી શકશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ સંદર્ભના જરૂરી આદેશો સત્વરે બહાર પાડવા માટે પણ આયોજન પ્રભાગ અને શહેરી વિકાસ વિભાગને સૂચનાઓ આપી છે.