કોર્પોરેટરનો આક્ષેપ:અમદાવાદમાં CNCD વિભાગ લાખો રૂપિયાનો હપ્તો લઈ અને ઢોર ન પકડતાં હોવાનો કોર્પોરેટરે આરોપ લગાવ્યો

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન - Divya Bhaskar
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
  • ઝોન બેઠકમાં સત્તાધીશોને ધારદાર રજૂઆત કરાઈ
  • કોર્પોરેટરોએ પોતાના વોર્ડમાં રોડ રસ્તાના કામો, સફાઈના પ્રશ્નો અને ખાસ કરીને રખડતા ઢોર અંગે રજૂઆત કરી

દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તાર આવતા એવા અમદાવાદ શહેરના ચાંદલોડિયા, સોલા, ઘાટલોડિયા, નારણપુરા, બોપલ, થલતેજ, જોધપુર, સેટેલાઇટ, સરખેજ સહિતના વિસ્તારના ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો અને કોર્પોરેટરો ઝોનના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. કોર્પોરેટરોએ પોતાના વોર્ડમાં રોડ રસ્તાના કામો, સફાઈના પ્રશ્નો અને ખાસ કરીને રખડતા ઢોર અંગે રજૂઆત કરી હતી.

એક કોર્પોરેટરે ઉગ્ર રજુઆત સાથે CNCD વિભાગ (રખડતા ઢોર પડકતી ટીમ) પર આક્ષેપ કર્યો હતો કે CNCD વિભાગ દ્વારા લાખો રૂપિયાનો હપ્તો લેવામાં આવે છે અને ઢોર પકડવામાં આવતા નથી. ઘાટલોડિયા અને આસપાસના વિસ્તારોમાં રખડતા ઢોરોનો પ્રશ્ન ખૂબ જ છે. પશ્ચિમ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો, રખડતા ઢોર અને સફાઈનો મુદ્દો ચર્ચાયો હતો. બોપલ, ઘુમા, ઘાટલોડિયા, નારણપુરા, ગોતા, ચાંદલોડિયા વગેરે વિસ્તારમાં સફાઈ ન થતી હોવાની ફરિયાદો ઉઠી હતી. સાંજના સમયે રોડ પર રખડતા ઢોરો પણ ફરતા હોય છે.

સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, આજે બંને ઝોનની મિટિંગમાં અનેક પ્રશ્નો પર ચર્ચા થઈ હતી. રોડ રસ્તાના કામો રિસરફેસ કરવામાં આવી રહ્યા છે જે ઝડપથી પુરા કરવા માટે રજુઆત થઈ હતી. રોડ પર રખડતા ઢોર અને સફાઈનો પણ પ્રશ્ન સામે આવ્યો હતો. સરખેજ વિસ્તારમાં પાણીના પ્રશ્નોની પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કુંભારવાડા અને બળિયાવાસમાં પાણીનો પ્રશ્ન હતો. વેજલપુરમાં નવું UHC સેન્ટર બનાવવા માટેની પણ ચર્ચા થઈ છે. આજે મળેલી આ બેઠકમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પક્ષના નેતા, દંડક અને ઝોનમાં આવતા વોર્ડના ભાજપ-કોંગ્રેસ અને AIMIMના તમામ કોર્પોરેટરો હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...