અમદાવાદના સાયન્સ સીટી રોડ પર શુકન મોલ પાસે આજે સવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિઝર્વ પ્લોટમાં ડીમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. સરદાર આવાસ યોજનાની ઝૂંપડપટ્ટી હટાવવાની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરવામાં આવી હતી. 50થી વધુ ઝૂંપડપટ્ટી તોડી નાખવામાં આવી હતી.
ગુજરાત હાઇકોર્ટના હુકમ બાદ ડિમોલીશન હાથ ધરાયું હતું. કોર્પોરેશનના દ્વારા ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને પ્લોટની ફાળવણી કરવામાં આવી છે. પીડિતોને સરકાર દ્વારા રહેઠાણની વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે. સાયન્સ સીટી રોડ પર આવાસ યોજના માટે પ્લોટની ફાળવણી કરવામાં આવી છે.
નોંધનીય છે કે, 6 દિવસ પહેલા જ ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા મહત્ત્વના પ્લોટ પર લાંબા સમયથી ઊભા થયેલા 22 જેટલાં પાકાં મકાન અને 100 ઝૂંપડાને મ્યુનિ.એ તોડી પાડ્યાં હતા. લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ લાંબી કાનૂની જંગ બાદ આખરે ચુકાદો કલેકટરની તરફેણમાં આવતાં આ મકાનો તોડી પડાયાં હતા. હવે આ જગ્યા પર આસપાસના રહીશોની પાણીની સમસ્યા ઉકેલવા ટાંકી બનાવાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.