અમદાવાદ શહેરના નિકોલ કઠવાડા રોડ પર આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના 5,017 ચોરસ મીટર પ્લોટમાંથી 4,717 ચોરસ મીટર પ્લોટ 99 વર્ષના ભાડાપટ્ટે લેઉઆ પટેલ પ્રગતિ મંડળ (સરદાર કેળવણીધામ)ને કન્યા છાત્રાલય બનાવવા માટે પ્રતિ ચોરસ મીટરના રૂપિયા 54,147ના 50 ટકા એટલે રૂપિયા 27,074 લેખે પ્રીમિયમના નાણા વસૂલ કરી અને ભાડે આપવાની દરખાસ્ત આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવી છે. ઔડા રચિત લેન્ડ પ્રાઇઝ ફિક્સિંગ કમિટી દ્વારા પ્રિન્સિપલ કોર્પોરેશનની જમીનનું મૂલ્યાંકન કરાતા 70 હજાર પ્રતિ ચોરસ મીટરનો ભાવ હતો. પરંતુ પૂર્વ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રહી ચૂકેલા અને કેળવણીધામના ટ્રસ્ટી એવા ટી જી ઝાલાવાડિયાએ રાજ્ય સરકારમાં મુખ્યમંત્રીને પત્ર લખી આ પ્લોટ ઝંગધડા વગરનો છે અને નકશો નથી. આનું પુનઃમૂલ્યાંકન કરવું જોઈએ તેમ જણાવ્યું હતું. રાજ્ય સરકારે તેનું પુનઃમૂલ્યાંકન કરાવ્યું હતું અને સીધા 16 હજાર રૂપિયાનો ભાવ ઘટી અને રૂપિયા 54,147 થયો હતો અને હવે તેના 50 ટકા મુજબ કેળવણી ધામને પ્લોટ ભાડે આપવામાં આવશે.
50 ટકા મુજબ રકમ લઈ અને પ્લોટ ભાડે
નિકોલ કઠવાડા રોડ પર આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટને લેવા પટેલ પ્રગતિ મંડળને કન્યા છાત્રાલય માટે ફાળવવા માટે થઈ અને રાજ્ય સરકારમાં રજૂઆત કરાઈ હતી કે, ઔડા રચિત લેન્ડ પ્રાઇઝ ફિક્સિંગ કમિટી દ્વારા જે મૂલ્યાંકન કરવામાં આવ્યું છે તેમાં જુદા જુદા માપદંડો અપનાવવામાં આવ્યા છે. આ જમીનને કેળવણીધામની મૂળ ઓપીની જમીનની આજુબાજુમાં સોસાયટીઓને વગેરેને ધ્યાનમાં રાખી અને મૂલ્યાંકન કરવું જરૂરી છે. આ મૂલ્યાંકન પ્રમાણે 70 હજાર રૂપિયા જે કરવામાં આવ્યું છે તે અવાસ્તવિક છે અને રેગ્યુલરાઈઝેશન 13 મુજબની ફાળવણી કરવાની હોવાથી પુનઃમૂલ્યાંકન કરવું જરૂરી છે તેવું રાજ્ય સરકારમાં રજૂઆત કરતા મુખ્યમંત્રીના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી એમ.ડી મોડિયા દ્વારા પુનઃમૂલ્યાંકન કરવા આમાં આવ્યું હતું જેથી આ પૂનમ મૂલ્યાંકન કરતા તેની રકમ 16 હજાર રૂપિયાનો ભાવ ઘટી અને 54,147 રૂપિયા થયો હતો. જેથી હવે તેના 50 ટકા મુજબ રકમ લઈ અને પ્લોટ ભાડે આપવાની દરખાસ્તને આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.