AMCના ટેક્સ વિભાગનો સપાટો:થલતેજ, ગોતા, એલિસબ્રિજ સહિતના વિસ્તારોમાં પ્રોપર્ટી ટેક્સ બાકી હોય એવી 147 મિલકતો સીલ કરાઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
AMCના ટેક્સ ખાતાએ સીલ મારેલી પ્રોપર્ટીની તસવીર - Divya Bhaskar
AMCના ટેક્સ ખાતાએ સીલ મારેલી પ્રોપર્ટીની તસવીર
  • પ્રોપર્ટી ટેક્સ ન ભરનારા લોકો સામે AMCના ટેક્સ ખાતાની કાર્યવાહી
  • ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં કુલ 147 મિલકતોને સીલ કરી

અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂરી થયા બાદ કોર્પોરેશન હવે મિલકત વેરો વસૂલવાની કાર્યવાહી શરૂ કરી છે. ટેક્સ ડિફોલ્ટરો દ્વારા બાકી મિલકતવેરાની ભરપાઈ કરવામાં ના આવતી હોવાથી અને બાકી કરવેરા વસૂલવા પ્રોપર્ટીને સીલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે મુજબ આજે ગુરુવારે ટેક્સ વિભાગે સપાટો બોલાવતા ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ ઝોનના થલતેજ, એસ.જી હાઈવે, સોલા, મીઠાખળી તથા એલિસબ્રિજ સહિતના વિસ્તારોમાં આવેલી હોટલ, ઓફિસો મળી કુલ 147 જેટલી મિલકતોને સીલ કરી હતી.

એસ.જી હાઈવે પર કુલ 63 મિલકતો સીલ કરાઈ
શહેરમાં મ્યુનિ. કોર્પોરેશનના ટેક્સ વિભાગે ગુરુવારે થલતેજ એસ.જી હાઇવે પર ટાઇટેનિયમ સ્ક્વેરની 23 મિલકતો, સાયન્સ સીટી રોડ, એસ.જી હાઇવે સોલા પર આવેલા રઘુવંશ આર્કેડ, હરિવિલા એપાર્ટમેન્ટ, સાવન મોલ, નારાયણ એવન્યુ, સત્યમેવ 1, શુકન મોલ, શકિત આર્કેડ, સત્યમેવ 2, યુનિવર્સલ આર્કેડની મળી 40 મિલકતો ઉત્તર-પશ્ચિમ ઝોનના એસ.જી હાઈવે પર કુલ 63 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી છે. આ સાથે જ પશ્ચિમ ઝોનના એલિસબ્રિજ, મીઠાખળી સહિતના વિસ્તારોમાં વધુ 84 મિલકતોને સીલ મારી દેવામાં આવ્યા હતા.

મનપાની ચૂંટણી પૂરી થતા જ AMCનું ટેક્સ ખાતું હરકતમાં આવ્યું
મનપાની ચૂંટણી પૂરી થતા જ AMCનું ટેક્સ ખાતું હરકતમાં આવ્યું

બુધવારે પણ 49 મિલકતો સીલ કરાઈ હતી
આ પહેલા બુધવારે ટેક્સ વિભાગે ડ્રાઈવ-ઇન રોડ, ગુરુકુળ રોડ અને બોડકદેવ વિસ્તારમાં આવેલી કુલ 49 જેટલી મિલકતોને સીલ કરી હતી. જેમાં બોડકદેવ રોડ પર આવેલા સિગ્મા 2, યશ કોમ્પ્લેક્સ, ગેલેક્ષી બજારની 12 મિલકતો, હેલ્મેટ સર્કલ રોડ પર રુદ્ર આર્કેડ અને કાઇરોસની 17 મિલકતો, ગુરુકુળ રોડ પર ઓક્સફર્ડ ટાવર, શાંતમ કોમ્પ્લેક્સની 9 મિલકતો અને એસ.જી હાઇવે પર સુમેલ 2, પટેલ એવન્યુ, રુદ્ધ કોમ્પ્લેક્સની 11 મિલકતોની સીલ કરવામાં આવી હતી.

હોટલો, ઓફિસો સહિતની મિકલતો સીલ થતા વેપારીઓમાં ફફડાટ
હોટલો, ઓફિસો સહિતની મિકલતો સીલ થતા વેપારીઓમાં ફફડાટ

ટેક્સ બાકી હોય એવી પ્રોપર્ટી સિલિંગની ઝુંબેશ સઘન કરાશે
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી મિલકત વેરાની વસૂલાત શહેરના અલગ-અલગ વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉત્તર-પશ્ચિમ ઝોનના ગોતા વોર્ડના આઈસીબી ફલોરામાં આવેલી 20 જેટલી દુકાનોને મિલકત વેરો ના ભરવાના કારણે સીલ કરી હતી. જે ડિફોલ્ટરો કોર્પોરેશનની નોટીસને ગંભીરતાથી નહોતા લેતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે આથી તેમને તાકીદે બાકી વેરો ભરવા કહેવાયું છે. કોર્પોરેશનના ટેક્સ ખાતા દ્વારા આગામી દિવસોમાં સિલિંગ ઝુંબેશ વધુ સઘન કરવામાં આવશે.

સીલ કરેલી મિલકતોની યાદી
સીલ કરેલી મિલકતોની યાદી

સીલ કરવામાં આવેલી મિલકતો

  • શર્મા ડેન્ટલ એન્ડ આઈકેર - સોલા એસજી હાઇવે
  • પાટીદાર સેલ્સ - સાવન મોલ, સોલા
  • જલારામ રેસ્ટોરન્ટ- સાયન્સ સીટી રોડ, સોલા
  • મહાદેવી કેટરર્સ - સાયન્સ સીટી રોડ, સોલા
  • શ્રીજી આઈસ્ક્રીમ - સાયન્સ સીટી રોડ, સોલા
  • પ્રસંગ ડાઇનિંગ હોલ - સત્યમેવ 1, સોલા
  • લીવરપુલ - સાયન્સ સીટી રોડ, સોલા
  • લેન્ડ માર્ક ઓટોમોબાઇલ - સોલા ઓવરબ્રિજ, એસજી હાઇવે
  • જિનિયસ ઇન્ફોટેક - ટાઇટેનિયમ સ્કવેર, એસજી હાઇવે
  • શુભ કન્સ્ટ્રકશન, ટાઇટેનિયમ સ્કવેર, એસજી હાઇવે