AMC એક્શનના મૂડમાં:અમદાવાદમાં બીયુ પરમિશન વગરની બિલ્ડીંગોને કોર્પોરેશને સીલ મારી, પ્રકાશ હાઈસ્કૂલ સહિત 4 રેસ્ટોરન્ટ અને 314 ઓફિસ-દુકાન મળીને 514 યુનિટ સીલ

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે 4 કોમ્પ્લેક્સની 266 જેટલી દુકાનોને સીલ મારી દીધી - Divya Bhaskar
કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે 4 કોમ્પ્લેક્સની 266 જેટલી દુકાનોને સીલ મારી દીધી
  • પાલડી, નવરંગપુરા, નારોલ, મણિનગર સહિતના વિસ્તારોમાં પણ 4 કોમ્પલેક્ષની દુકાનો-ઓફિસ સીલ
  • એક વર્ષ પહેલાં સીલ કરાયેલા વિજય ચાર રસ્તા પાસેના યુનિવર્સિટી પ્લાઝાએ બીયુ નહીં લેતાં ફરી સીલ કરાયું
  • એસજી હાઈવે પર મોતી મહેલ હોટલ, સાવન હોટલ સીલ
  • પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 146, મધ્ય ઝોનમાં 136, દક્ષિણ ઝોનમાં 117 યુનિટ સીલ કરાયા
  • પાલડીનું શેફાલી કોમ્પ્લેક્સ સીલ થતાં ડોક્ટરે બહાર ઓપીડી કરી, ખોખરામાં રોડ પર મ્યુઝિક ક્લાસ

શહેરમાં અનેક બિલ્ડીંગનો બીયુ પરમિશન વગર ઉપયોગ કરવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા મોડી રાતે બીયુ પરમિશન વગર ઉપયોગ કરવામાં આવતી મિલકતો સામે કાર્યવાહી કરવામાં આવી છે. કોર્પોરેશને પ્રકાશ હાઈસ્કૂલ સહિત 514 યુનિટ સીલ કર્યા છે. જેમાં 314 દુકાનો-ઓફિસો, હોટેલના 194 રૂમ, 4 રેસ્ટોરન્ટ, 1 વર્ક શોપ અને 1 સ્કૂલનો સમાવેશ થાય છે.

શહેરના પશ્ચિમઝોનના પાલડી, નવરંગપુરા, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં એસજી હાઇવે પર આવેલી હોટલો અને દક્ષિણઝોનમાં નારોલ, મણિનગર સહિતના વિસ્તારોમાં આવેલી બીયુ વગરની મિલકતોને એસ્ટેટ વિભાગ દ્વારા સીલ મારવામાં આવી છે.

શહેરના પશ્ચિમઝોનના પાલડી, નવરંગપુરામાં દુકાનો-હોટલો સીલ
શહેરના પશ્ચિમઝોનના પાલડી, નવરંગપુરામાં દુકાનો-હોટલો સીલ

નવરંગપુરામાં 69 દુકાનો-ઓફિસ સીલ
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બીયુ પરમિશન વગર અનેક બિલ્ડીંગનો વપરાશ થતો હોવાથી બે નોટિસ આપી હતી છતાં મિલકતધારકો દ્વારા બીયુ લેવા અંગે કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવતાં મોડી રાતે પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે શહેરના પાલડી ચાર રસ્તા પાસે આવેલા શેફાલી કોમર્શિયલ સેન્ટરની 81 દુકાનો-ઓફિસ અને નવરંગપુરા વિજય ચાર રસ્તા પાસે આવેલા યુનિવર્સિટી પ્લાઝાની 69 દુકાનો-ઓફિસ સીલ કરી હતી.

દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગમાં 7 યુનિટ સીલ
દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગમાં 7 યુનિટ સીલ

હોટલ રોયલ પ્લાઝા સહિત 7 યુનિટ સીલ કર્યા
દક્ષિણઝોનમાં નારોલ સર્કલ પાસે આવેલા બિઝનેસ પોઈન્ટ કોમ્પ્લેક્સમાં 90 દુકાનો ઓફિસ અને મણિનગર રેલવે ક્રોસિંગ પાસે યશ કોમ્પ્લેકસની 27 દુકાનો-ઓફિસ સીલ કરવામાં આવી છે. દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સરખેજ ખાતે આવેલી મોતી મહેલ હોટલ, સાવન હોટલ, મયુર પેલેસ હોટલ, ભૂખ લાગી હૈ અને હોટલ રોયલ પ્લાઝા મળી કુલ 7 યુનિટ સીલ કર્યા છે.

મયુર પેલેસ હોટલ સીલ
મયુર પેલેસ હોટલ સીલ

બીયુ પરમિશન નહીં ધરાવતા એકમો સામે મ્યુનિ.એ કાર્યવાહી હાથ ધરી હતી. પાલડીના શેફાલી કોમર્શિયલ કોમ્પ્લેક્સના 81 યુનિટ સીલ કરી દેવામાં આવ્યા હતા. કોમ્પ્લેક્સમાં એક દવાખાનું પણ સીલ કરી દેવાતાં દર્દીઓને તકલીફ ન પડે તે માટે ડોક્ટરે કોમ્પ્લેક્સની બહાર જ ઓપીડી શરૂ કરી દીધી હતી. જ્યારે ખોખરામાં યસ કોમ્પ્લેક્સને પરોઢિયે 5 વાગ્યે સીલ મારતાં વેપારીઓએ વિરોધ કર્યો હતો. એક મ્યુઝિક એકેડેમીના ટીચરે વિદ્યાર્થીઓને રોડ પર તડકામાં બેસાડી મ્યુઝિક શીખવાડ્યું હતું.

મણિનગર રેલવે ક્રોસિંગ પાસે 27 દુકાનો-ઓફિસ સીલ કરવામાં આવી
મણિનગર રેલવે ક્રોસિંગ પાસે 27 દુકાનો-ઓફિસ સીલ કરવામાં આવી

ઝોનવાર કરાયેલી કાર્યવાહી

ઝોનયુનિટ
પશ્ચિમ146
ઉ.પશ્ચિમ3
દ.પશ્ચિમ24
મધ્ય136
ઉત્તર7.00
પૂર્વ81.00
દક્ષિણ117
કુલ514
કોર્પોરેશન દ્વારા મોડી રાતે બીયુ પરમિશન વગર ઉપયોગ કરાતી મિલકતો સામે કાર્યવાહી કરવામાં આવી
કોર્પોરેશન દ્વારા મોડી રાતે બીયુ પરમિશન વગર ઉપયોગ કરાતી મિલકતો સામે કાર્યવાહી કરવામાં આવી

SG હાઈવે પરની મોતી મહેલ પણ સીલ

મિલકતબિલ્ડિંગ ઉપયોગએકમો સીલ
બ્રો’સ કાફે થલતેજકાફે રેસ્ટોરાં1

કાકા ભાજીપાંવ, ગોતા,

રેસ્ટોરાં1

પ્રકાશ હાઇસ્કૂલ, બોડકદેવ

સ્કૂલ1

સાવન હોટેલ એન્ડ રેસી, સરખેજ

હોટેલ1.00

મોતી મહેલ, એસ.જી. હાઇ‌વે

હોટેલ1

મયૂર પાર્ક હોટલ, એસ.જી. હાઇવે,

હોટેલ10

હોટેલ રોયલ પ્લાઝા, એસ.જી. હાઇવે

હોટેલ11

ભૂખ લગી હૈ, એસજી હાઇવે

રેસ્ટોરાં1

શેફાલી કોમર્શિયલ કોમ્પલેક્ષ, પાલડી

કોમર્શિયલ81

યુનિવર્સિટી પ્લાઝા, નવરંગપુરા

કોમર્શિયલ65

એવરેસ્ટ હોટેલ, આસ્ટોડિયા

હોટેલ29

શિવ ગંગા હોટેલ, ખાડિયા

હોટેલ26

હોટેલ રામનિવાસ, ખાડિયા

હોટેલ15

હોટેલ નિલકંઠ, જમાલપુર

હોટેલ40

હોટેલ આવકાર, જમાલપુર

હોટેલ26.00

નૈયા પેરાડાઇઝ,બ્લોક-આઇ, વસ્ત્રાલ

કોમર્શિયલ હોટેલ37

નૈયા પેરાડાઇઝ, બ્લોક-એચ, વસ્ત્રાલ

કોમર્શિયલ હોટેલ43

યશ કોમ્પલેક્સ-1, મણિનગર

કોમર્શિયલ18

યશ કોમ્પલેક્સ-2, મણિનગર

કોમર્શિયલ9

બિઝનેસ પોઇન્ટ, નારોલ સર્કલ

કોમર્શિયલ હોટેલ90

​​​​​​​ ​​​​​​​

કોર્પોરેશને સીલ કરેલા યુનિટની યાદી
કોર્પોરેશને સીલ કરેલા યુનિટની યાદી