તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સીમ્સ હોસ્પિટલે કોર્પોરેશનના સ્ટાફ સામે એન્ટિ કરપ્શન બ્યુરો (એસીબી)માં કરેલી ફરિયાદ અંગે કિન્નાખોરીને રાખીને મ્યુનિ.એ સીમ્સ હોસ્પિટલને અપાયેલી શો-કોઝ નોટિસને આહના કડક શબ્દોમાં વખોડે છે. તેમજ સિમ્સ હોસ્પિટલને આપવામાં આવેલી શો-કોઝ નોટિસ તાત્કાલિક પાછી ખેંચવાની માંગણી સાથે આ બાબતે યોગ્ય પગલા ભરવા આહનાએ રાજ્ય સરકારને વિનંતી કરી છે.
અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ ઓસોશિયેશન (AHNA)ના પ્રેસિડેન્ટ ડો. ભરત ગઢવીએ કહ્યું કે, સિમ્સ હોસ્પિટલને અપાયેલી શો-કોઝ નોટિસમાં દર્શાવેલા કારણો હાસ્યાસ્પદ અને પાયાવિહોણા હોવાનું પ્રથમ દ્રષ્ટિએ દેખાઇ આવે છે.
કોવિડ સમયમાં અમદાવાદની તમામ ડેઝિગ્નેટેડ હોસ્પિટલો દર્દીની સારવારની જવાબદારી નિભાવી છે. મ્યુનિ.એ સીમ્સ સિમ્સ હોસ્પિટલને સાંભળ્યા વગર જ હોસ્પિટલને બદનામ કરવાના આશયથી જે શો-કોઝ નોટિસ આપેલ છે, તે તાત્કાલિક પરત લઇને ન્યાય આપવામાં આવે તેવી અમારી માંગણી છે. અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન દ્વારા ગુજરાત સરકારને વિનંતી કરવામાં આવે છે કે, આ બાબતે યોગ્ય પગલા ભરવામાં આવે.
પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.