• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Corporation Admits No Fire In 2079 Buildings In Ahmedabad, Hearing In Gujarat High Court Today Regarding Implementation Of Fire Safety Act In The State.

ઉપકરણો અછત:અમદાવાદમાં 2079 ઇમારતોમાં ફાયર ન હોવાની કોર્પોરેશનની કબૂલાત, આજે રાજ્યમાં ફાયર સેફ્ટી એક્ટની અમલવારી મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટ - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટ
  • ફાયર ઉપકરણો માટે અમદાવાદમાં માત્ર 50-70 જેટલી જ એજન્સીઓ કાર્યરત હોવાની રજૂઆત

રાજ્યમાં ફાયર સેફ્ટી એક્ટની અમલવારી મામલે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. છેલ્લી સુનાવણીમાં જસ્ટિસ અંજારિયા અને અનિરુદ્ધ માઈની બેન્ચ સમક્ષ આ કેસ સુનાવણી માટે આવ્યો હતો, પરંતુ નોટ બિફોરમી કરવામાં આવ્યો હતો. જે બાદ આજે ચીફ જસ્ટિસની બેન્ચ સમક્ષ આ અંગે સુનાવણી હાથ ધરાશે.

એક વર્ષમાં 4656 ફાયર NOC ઇસ્યુ અથવા રીન્યુ કરવામાં આવ્યાં
છેલ્લે 28 ઓક્ટોબરે રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકાએ ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. અમદાવાદના કોર્પોરેશને કરેલ એફિડેવિટમાં અમદાવાદમાં હજુ 2079 ઇમારતો પાસે ફાયરસેફ્ટી NOC નથી. રાજ્ય સરકારે કરી સોગંદનામામાં ફાયર માટેના ઉપકરણોની અછત તથા કારીગરોની અછત હોવાની વાત સોગંદનામામાં કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વતી ઇન્ચાર્જ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે કરેલ સોગંદનામાં છેલ્લા એક વર્ષમાં 4656 ફાયર NOC ઇસ્યુ અથવા રીન્યુ કરવામાં આવ્યા, એ પહેલા 3483 એન.ઓ.સી આપવામાં આવી હતી.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

કોર્પોરેશને સ્વિકાર્યું, 'ફાયર સેફટી ઉપકરણોના સપ્લાયર્સ ઓછા છે'
જે બાદ પણ હાલની સ્થિતિએ અમદાવાદમાં 2079 ઇમારતોમાં ફાયર ન હોવાની કબૂલાત કરવામાં આવી હતી. સાથે સાથે આગામી વર્ષે 8139 ઇમારતોનું ફાયર સેફટી NOC રીન્યુ કરવામાં થશે. ઉપરાંત આ સોગંદનામા ફાયરસેફ્ટી અંગે કરેલ કાર્યવાહી અંગે પણ માહિતી આપવામાં આવી હતી. અમદાવાદમાં બહુમાળી ઇમારતોની સંખ્યા વધુ અને ઈકવિપમેન્ટનો સપ્લાય ઓછો હોવાનો સોગંદનામામાં દાવો કરવામાં આવ્યો છે. કોર્પોરેશને પણ સ્વિકાર્યું હતું કે, ફાયર સેફટી ઉપકરણોના સપ્લાયર્સ ઓછા છે, જેથી ઉપકરણોનો સપ્લાય આવામાં 6-12 અઠવાડિયાનો સમય લાગી રહ્યો છે. ફાયર ઉપકરણો માટે અમદાવાદમાં માત્ર 50-70 જેટલી જ એજન્સીઓ કાર્યરત હોવાની રજૂઆત કરવામાં હતી.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

163 હોસ્પિટલ, 348 સ્કૂલ પાસે ફાયર સેફ્ટી NOC નથી
રાજ્ય સરકારે પણ 23 નગરપાલિકા વિસ્તારોમાં ફાયરસેફટી એકટની અમલવારી મુદ્દે રાજ્ય સરકારનું સોગંદનામુ કર્યું હતું. જેમાં નગરપાલિકા વિસ્તારોમાં 163 હોસ્પિટલ 348 સ્કૂલ પાસે ફાયર સેફ્ટી એન.ઓ.સી ન નથી, ફાયર સેફટી ન હોવાથી 48 હોસ્પિટલ અને 84 સ્કૂલો નું પાણીનું કનેક્શન,14 હોસ્પિટલ અને 6 સ્કૂલના ગટર કનેક્શન કાપવામાં આવ્યો હોવાનો દાવો કરાયો હતો. ફાયર સેફટી ઇકવિપમેન્ટ નાખવા માટેના સ્કીલ્ડ લેબર મળવા મુશ્કેલ હોવાની રજુઆત સરકારે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...