તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વૈશ્વિક સ્તરે ગુજરાતીઓનો પગદંડો:ગુજરાતના ગ્રોથમાં કોર્પોરેટ-MSMEનો 50 ટકા હિસ્સો, ગુજરાતી ઉદ્યોગકારોનું 9 લાખ કરોડથી વધુનું યોગદાન

અમદાવાદ20 દિવસ પહેલાલેખક: મંદાર દવે
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • ફાર્મા, કેમિકલ્સ, સિરામિક, ટેક્સટાઇલ, ડાયમંડ, એગ્રી, ઓટો-એન્સિલરી સેક્ટરમાં ગુજરાતી ઉદ્યોગકારોનો વૈશ્વિક સ્તરે પગદંડો
 • 5000 કરોડથી સુધી ટર્નઓવર ધરાવતી 5 ટકા કંપનીઓ
 • પહેલી મે-ગુજરાતનો 62મો સ્થાપના દિવસ, ગ્રોથએન્જિનમાં ઔદ્યોગિક સેક્ટરની મહત્ત્વની ભૂમિકા
 • 18 લાખ કરોડના ગુજરાતના અર્થતંત્રમાં ગુજરાતના ઉદ્યોગોનું યોગદાન
 • 40% મોટા ભાગના સેક્ટરનો નિકાસલક્ષી હિસ્સો
 • 40 કરોડનું અર્થતંત્ર ગુજરાતનું 2030 સુધીમાં થઇ જશે
 • કમાણી સાથે CSR એક્ટિવિટીમાં પણ મોખરે

ખુદ હી કો કર ઇતના બુલંદ કી હર તકદીર સે પહેલે
ખુદા ખુદ બંદે સે પૂછે બતા તેરી રઝા ક્યા હૈ…

1 મે-1961ના રોજ ગુજરાતનો જન્મ થયો ત્યારે કોઇને કલ્પના પણ નહોતી કે, દેશના ઇકોનોમિક ગ્રોથનું એન્જિન ગુજરાત ગણાશે. ગુજરાતનો ગ્રોથ એટલે તેના કરતાં પણ જૂની કંપનીઓનો ગ્રોથ જે આજે પણ અવિરત જળવાઇ રહ્યો છે. એટલું જ નહિં ચોથી પેઢી પર એક જ બિઝનેસ મોડલ પર સફળ સંચાલન કરી રહેલી કંપનીઓની સંખ્યા પણ નાની સૂની નથી. ગુજરાતનું અર્થતંત્ર અંદાજે 18 લાખ કરોડનું છે જેમાં 50 ટકાથી વધુ હિસ્સો ખમીરવંતા ગુજરાતી ઉદ્યોગકારોનો (કોર્પોરેટ-MSME) સેક્ટરનો રહેલો છે. ફાર્મા, કેમિકલ્સ, સિરામિક, ટેક્સટાઇલ, ડાયમંડ, એગ્રી, ઓટો-એન્સિલરી સેક્ટરમાં ગુજરાતી ઉદ્યોગકારો વૈશ્વિક સ્તરે ડંકો વગાડી રહ્યા છે.

આજે ગુજરાતની અર્થવ્યવસ્થા 18 લાખ કરોડ છે, તે 2030મા 40 લાખ કરોડ થઈ જશે. 2001-02માં ગુજરાતનું અર્થતંત્ર માત્ર 1.2 લાખ કરોડ હતું ત્યારે તે સમયે રાજ્ય સંપૂર્ણપણે વિકસિત થયું ન હતું. વીજળી, પાણી અને રસ્તાઓની તંગી હતી. 2003માં પ્રથમ વાઇબ્રન્ટ સમિટ યોજાઇ ત્યારથી ગુજરાતના ખાનગી રોકાણમાં ઝડપી વધારો થયો છે. આગામી 10 વર્ષમાં ગુજરાતની અર્થતંત્રની ઊંચાઈ 3.5 ગણી વધશે. ગુજરાત સ્પ્રિન્ટ 2022ના સેમિનારમાં ઉલ્લેખ કરાયો છે કે ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ 2022 સુધી કાર્યરત થઇ જશે. 1600 કિ.મી.ના વિશાળ દરિયાઇ કિનારાના કારણે ગુજરાતમાં 49 પોર્ટ ડેવલપ કરવામાં આવ્યા છે, જે ભારતમાં સૌથી વધુ છે. ભારતમાં પ્રથમ મેરિટાઇમ યુનિવર્સિટી 2022 સુધીમાં કાર્યરત થશે ત્યારે વધુ યુવાનો ગુજરાતમાં રોજગારી મેળવશે.

સેક્ટર મુજબ નિકાસમાં હિસ્સો કેમિકલ-ફાર્મા ટોચે

સેક્ટરહિસ્સો
કેમિકલ્સ45%
ફાર્મા40-42%
સિરામિક્સ40%
ઓટો એન્સિલરી30-35%
એગ્રી-ફૂડ પ્રોડક્ટ25-30%
જેમ્સ-જ્વેલરી20-22%
ઓટો18-20%

ગુજરાતના લિસ્ટેડ શેર્સમાં પણ અધધ… કમાણી

કંપનીલિસ્ટિંગ તારીખલિસ્ટિંગબંધ
અદાણી ટ્રાન્સમિશન31-7-1528.351064.75
અદાણી ગ્રીન એનર્જી18-6-1829.41052.4
અદાણી પાવર20-8-0987.8100.05
અદાણી એન્ટરપ્રાઈઝ25-11-943751153.95
અદાણી પોર્ટ27-11-07962725.3
અદાણી ટોટલ ગેસ5-11-1873.71154.25
ટોરેન્ટ ફાર્મા6-5-942252533.25
ટોરેન્ટ પાવર27-11-0670.7394.55
ઝાયડસ કેડિલા03-01-967.252138.1
સેરા સેનિટરીવેર15-05-0535.13912.2

મહામારીમાં પણ 1.25 લાખ કરોડનું રેકોર્ડ બ્રેક રોકાણ
ગુજરાતમાં વિદેશી મૂડીરોકાણ જુલાઇથી સપ્ટેમ્બરના બીજા ક્વાર્ટરમાં ગુજરાતે વિદેશી રોકાણ મામલે રેકોર્ડ બ્રેક કર્યો છે. એપ્રિલથી જૂન સુધી 3,055 કરોડ રોકાણ હતું જ્યારે બીજા ક્વાર્ટરમાં 1.16 લાખ કરોડનું વિદેશી રોકાણ આવ્યું છે. 2020માં કુલ 1.25 લાખ કરોડનું વિદેશી રોકાણ આવ્યું હોવાનું DPIITના અહેવાલમાં દર્શાવાયું છે. દેશમાં કુલ રોકાણના 35 ટકા વિદેશી રોકાણ ગુજરાતમાં આવ્યું છે.

બિઝનેસમાં ટેક્નોલોજી અપગ્રેડેશનથી વૃદ્ધિ જ વૃદ્ધિ
રિયલ એસ્ટેટ સેક્ટરમાં 62 વર્ષથી કાર્યરત છીએ 300થી વધુ પ્રોજેક્ટ પર કામ કરી ચૂક્યા છીએ. ગ્રાહકોનો વિશ્વાસ જાળવી વેપારમાં સતત નવી ટેક્નોલોજી અપનાવી વેપારને વેગ આપવા પ્રયાસ સાધ્યો છે. ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર ફોકસ છે. - પાવન બકેરી, એમડી બકેરી ગ્રુપ.

ગુજરાતની ટ્રેડિશનને જાળવી વેપારમાં વિસ્તરણ કરીશું
ફુડ ઇન્ડસ્ટ્રીઝમાં છેલ્લા 99 વર્ષથી કાર્યરત છીએ. પિતાંબર દાસ (દાસ ખમણ) તરીકે 1922માં વેપાર શરૂ કર્યો હતો અત્યારે ચોથી પેઢી વેપાર કરી રહી છે. આગામી ટુંકાગાળામાં સમગ્ર ગુજરાતમાં ક્વોલિટી અને સર્વિસને પ્રાધાન્ય સાથે વેપાર વિસ્તરણ કરવાની ઇચ્છા છે. - કુનાલ ઠક્કર, એમડી- દાસ ખમણ.

અરીસાથી શરૂ કરી ગ્લાસ ઇન્ડસ્ટ્રીઝ સુધી પહોંચાડ્યો
વર્ષ 1952માં અરીસાના વેપારથી શરૂઆત કરી હતી અને અત્યારે ગ્લાસ ઇન્ડસ્ટ્રીઝમાં ટોચના સ્થાને પહોંચ્યા છીએ. ગ્લાસ મેન્યુફેક્ચરિંગ તથા ટ્રેડિંગ-સર્વિસમાં અમારી કંપની પેન ઇન્ડિયામાં કાર્યરત છે. સિરામિકની જેમ આગામી સમયમાં ગ્લાસનો શો-રૂમ શરૂ કર્યા બાદ અન્ય શહેરોમાં ફ્રેન્ચાઇઝી મોડલ પર વેપારને વેગ આપીશું. - નિલેશ સિતલાણી, ફાઉન્ડર-વિશ્વેસ ગ્લાસીસ પ્રા.લિ.

ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં હીરાનો ચળકાટ હાંસલ કર્યો
ઇન્ડ.માં 1969માં વિનસ ગ્રુપથી વેપારની શરૂઆત કરી હતી. આ વેપારમાં અત્યારે ત્રીજી જનરેશન કાર્યરત છે.મેન્યુફેક્ચરિંગ તેમજ 130થી વધુ દેશોમાં નિકાસ કરી રહ્યાં છીએ. વિશ્વમાં જાડા હિરાના મેન્યુફેક્ચરીંગમાં માર્કેટ લિડર છીએ. ઝીરોથી અત્યારે 2500 કરોડના ટર્ન ઓવર સુધી પહોંચ્યા છીએ. - હિતેશ શાહ, ડાયરેક્ટર-વિનસ ગ્રુપ

95 વર્ષથી પબ્લિકેશનના વેપારમાં કાર્યરત
પબ્લિકેશનના વ્યવસાય સાથે છેલ્લા 95 વર્ષથી સક્રિય છીએ. પ્રાદેશીક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય સ્તરના લેખકોના 8000થી વધુ પુસ્તકોને ગુજરાતીમાં પ્રકાશન કર્યું છે. નવલકથા, નાટક, કવિતા, મેનેજમેન્ટ, હેલ્થ રિલેટેડ પુસ્તકોને પબ્લિશ કરી લોકો સુધી પહોંચાડ્યા છે. - ચિંતન શેઠ, ડિરેક્ટર-આર આર શેઠ પ્રા,લિ.

બિઝનેસમાં સફળતા માટે લોંગટર્મ વિઝન અપનાવો
વેપારમાં સફળતા માટે શોર્ટટર્મ નહિં લોંગટર્મ વિઝન અપવાનો. કોઇ પણ સેક્ટરમાં બિઝનેસ હોય ગુણવત્તાને ટકાવી રાખવા સાથે ટેક્નોલોજી મુજબ અપગ્રેડ કરતા રહેવું જરૂરી છે. સર્વોચ્ચ ઉત્પાદન માટે ટેક્નોલોજીમાં નવીનતા-ઓટોમેશન અપનાવો ઉપરાંત વેપાર વૃદ્ધિ માટે ઉત્પાદનોની યુ.એસ.પી. ડેવલપ કરો. - ભાવેશ ઉપાધ્યાય, ફાઉન્ડર-એન્ટરપ્રાઇઝિંગ ઇન્ડિયન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો