તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ગુજરાત LIVE:સતત સોળમાં દિવસે ગુજરાતમાં કોરોનાના 300થી વધુ અને અમદાવાદમાં 250 કરતાં વધુ કેસ, રાજ્યમાં કુલ 9,592 કેસ

ગાંધીનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 324 નવા કેસ, 20ના મોત, મૃત્યુઆંક 586 અને કુલ કેસ 9,592
 • અમદાવાદમાં 265,સુરતમાં 16,વડોદરામાં 13,મહેસાણામાં 6, ગીર-સોમનાથમાં 4, ગાંધીનગરમાં 4, છોટા ઉદેપુરમાં 4 કેસ
 • ભાવનગરમાં 3, આણંદમાં 2, પાટણમાં 3, પંચમહાલમાં 2, બનાસકાંઠા અને પોરબંદરમાં 1-1 કેસ
 • અમદાવાદમાં 19 અને સુરતમાં 1 દર્દીનું મોત
 • 7 દર્દીના કોરોનાથી અને 13ના અન્ય બીમારી, હાઈરિસ્ક તથા કોરોનાથી મોત
 • કુલ 9,592 દર્દીમાંથી 43 વેન્ટીલેટર પર, 5,210ની હાલત સ્થિર, 3,753 ડિસ્ચાર્જ અને 586ના મોત
 • અત્યાર સુધીમાં કુલ 1,24,709 ટેસ્ટ થયા, 9,592ના પોઝિટિવ અને 1,15,117ના રિપોર્ટ નેગેટિવ આવ્યા
 • બેન્ક 8 ટકાના વ્યાજે લોન આપશે, જેમાંથી 6 ટકા સરકાર દ્વારા વ્યાજ ચૂકવાશે, લોન લેનારે 2 ટકા વ્યાજ ચૂકવવું પડશે
 • બેન્કો માત્ર અરજીના આધારે લોન પાસ કરશે

ગુજરાતમાં કોરોના દર્દીનો આંકડો 10 હજાર નજીક પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 324 નવા કેસ નોંધાયા છે અને 20 દર્દીના મોત થયા છે જ્યારે 191 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ કુલ કેસ 9,592 અને મૃત્યુઆંક 586 થઈ ગયો છે. આમ રાજ્યમાં સતત 16માં દિવસે 300થી વધુ અને અમદાવાદ શહેરમાં 250થી વધુ કોરોનાના કેસ નોંધાયા છે.

14 મેની સવારથી અત્યારસુધીની મહત્વપૂર્ણ ઘટનાઓ

રાજ્યમાં કોરોનાની અપડેટ આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં કોવિડ 19ના 324 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 265, સુરતમાં 16, વડોદરામાં 13, મહેસાણામાં 6, ગીર-સોમનાથમાં 4, ગાંધીનગરમાં 4, છોટા ઉદેપુરમાં 4 કેસ, ભાવનગરમાં 3, આણંદમાં 2, પાટણમાં 3, પંચમહાલમાં 2, બનાસકાંઠા અને પોરબંદરમાં 1-1 કેસ નોંધાયા છે. જ્યારે 7 દર્દીના કોરોનાથી અને 13ના અન્ય બીમારી, હાઈરિસ્ક તથા કોરોનાથી મૃત્યુ થયા છે. આજે અમદાવાદમાં 19 અને સુરતમાં 1 દર્દીનું મોત થયું છે. કુલ 9,592 દર્દીમાંથી 43 વેન્ટીલેટર પર, 5,210ની હાલત સ્થિર છે જ્યારે 3,753 ડિસ્ચાર્જ થયા છે અને 586 દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,24,709 ટેસ્ટ થયા છે. જેમાંથી 9,592ના પોઝિટિવ અને 1,15,117ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

રાજ્યમાં પર મિલિયન 1859 ટેસ્ટ, કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્ર કરતા ટેસ્ટિંગમાં આગળ
આરોગ્ય અગ્ર સચિવે રાજ્યમાં થઈ રહેલા પર મિલિયન ટેસ્ટ અંગે કહ્યું કે, રાજ્યમાં 24 કલાકમાં 2412 ટેસ્ટ કર્યાં છે. હાલ રાજ્યમાં પર મિલિયન 1859 ટેસ્ટ થઈ રહ્યાં છે અને દેશમાં 1343 ટેસ્ટ થઈ રહ્યાં છે. જ્યારે અન્ય રાજ્યમાં પર મિલિયન ટેસ્ટિંગની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 1745, કર્ણાટકમાં 1797, કેરળમાં 1066, મધ્યપ્રદેશમાં 1012, પશ્ચિમ બંગાળમાં 639 અને ઉત્તરપ્રદેશમાં 554 ટેસ્ટ થઈ રહ્યાં છે.

ઓપરેશન માટે દાખલ દર્દીનો ખાનગી લેબ્સમાં ટેસ્ટ થઈ શકશે, લક્ષણો વિનાના વ્યક્તિના નહીં 
આરોગ્ય અગ્ર સચિવે ખાનગી લેબમાં ટેસ્ટ બંધ કરવા અંગે જણાવ્યું કે, જે જે હોસ્પિટલ્સમાં ઓપરેશન માટે દર્દી દાખલ હોય તો તેમને ટેસ્ટ કરવો હોય તો ખાનગી લેબમાં ટેસ્ટ કરવાની છૂટ આપી છે. જ્યારે ICMRની ગાઈડ લાઈન કહે છે કે જેનામાં લક્ષણ હોય એવા જ લોકોનું ટેસ્ટિંગ કરવાનું હોય છે. પરંતુ સરકારને ફરિયાદ મળી છે કે, ખાનગી લેબ્સ દ્વારા જે લક્ષણો વિનાના છે તેના ટેસ્ટ કરવામાં આવે છે. જેની રકમ પણ વધુ છે. સરકારમાં પણ આ જોગવાઈ છે. પરંતુ જેને જરૂર હોય અને લક્ષણો વાળા હોય એનું ટેસ્ટિંગ કરીએ જ છીએ. તેમજ આવા એ સિમ્ટોમેટિકનું ટેસ્ટિંગ ન થાય તેની તપાસ કરી રહ્યાં છીએ.

છેલ્લા 16 દિવસથી રાજ્ય અને અમદાવાદમાં નોંધાયેલા કોરોનાના કેસો

તારીખકેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
29 એપ્રિલ308 (250) 
30 એપ્રિલ313(249)
1 મે326 (267)
2 મે333 (250)
3 મે374 (274)
4 મે376 (259)
5 મે441(349) 
6 મે380 (291) 
7 મે388 (275) 
8 મે390 (269) 
9 મે394(280)
10 મે398 (278) 
11 મે347 (268)
12 મે362 (267) 
13 મે364 (292) 
14 મે324 (265)

મનાઇ છતાં ધાર્મિક સ્થળોએ ભેગા થવાના બનાવો બની રહ્યાં છેઃ શિવાનંદ ઝા
રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છેકે, પોલીસ દ્વારા લોકડાઉનનો ચૂસ્ત અમલ કરાવવામાં આવી રહ્યો છે. જ્યાં કાયદાનો ભંગ થતો જોવા મળે છે ત્યાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અન્ય નાગરીકોના સ્વાસ્થ્ય પર જોખમ ઉભુ થાય તેવી અમુક પ્રવૃત્તિ હજુ પણ થઇ રહી છે. વ્યાજબી કારણ વગર લોકોનું ભેગા થવું અથવા પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ અને બિનજરૂરી બહાર ફરવા જેવા ગુનાઓ નોંધવામાં આવી રહ્યાં છે. ધાર્મિક સ્થળોએ ભેગા ન થવાનું અગાઉ જણાવાયું હોવા છતાં પણ લોકો ભેગા થતા હોવાના બનાવો બની રહ્યાં છે. 

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના જાહેર, 2 ટકાના વ્યાજ દરે રૂ.1 લાખ સુધીની લોન મળશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આત્મનિર્ભર ભારતની વાત કર્યા બાદ અને કેન્દ્રિય નાણમંત્રી દ્વારા વિવિધ પેકેજની જાહેરાત કરવામાં આવ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરી છે. આ યોજનાનો લાભ 10 લાખ લોકોને મળશે. યોજના હેઠળ બેન્કો પાસેથી લોનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. બેન્કો માત્ર અરજીના આધારે લોન પાસ કરશે. નાનાં વેપારીઓ, વ્યવસાયીઓને, ફેરિયાઓ, રિક્ષાચાલકો વગેરેને 1 લાખ રૂપિયાની લોન 2 ટકાના વાર્ષિક વ્યાજે મળશે. જ્યારે 6 ટકા વાર્ષિક વ્યાજ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે, પ્રથમ છ મહિના વ્યાજ અને મુદ્દલ ચૂકવવું નહીં પડે તેમ મુખ્યમત્રીએ જણાવ્યું છે.
ખેડૂતોનો કપાસ CCI મારફત ઝડપથી ખરીદવા કેન્દ્રને મુખ્યમંત્રીની રજૂઆતઃ અશ્વિની કુમાર
મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, મુખ્યમંત્રીએ સેન્ટ્રલ ટે્કસટાઇલ મિનિસ્ટર સાથે વાત કરી છે. જેમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં કપાસની ખેતી કરતા ખેડૂતોના કપાસ સીસીઆઇ મારફત ખૂબજ  ઝડપથી ખરીદવામાં આવે અને ખેડૂતને તેમના કપાસના ઉત્પાદનનો સારો ભાવ ટેકાના ભાવે મળે તે માટે યોગ્ય અને ઝડપી કાર્ય કરવા રજૂઆત કરી છે. કેન્દ્રીય નાણામંત્રીએ MSME માટે સારુ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત MSMEનો ગઢ માનવામાં આવે છે. લાખો યુનિટ ગુજરાતમાં કામ કરે છે જેથી મુખ્યમંત્રીએ આ પેકેજને આવકાર્યું છે અને ગુજરાતમાં આ સેક્ટર વધુ મજબૂત અને તાકતવર બનીને બહાર આવશે. 
આજે લોકડાઉન 4ની રૂપરેખા નક્કી કરાશેઃ નીતિન પટેલ
સરખેજ હાઈવે પર ચાલી રહેલા  સિક્સલેન હાઈવે સહિતના કામોનું નિરીક્ષણ કરવા આવેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે આજે બપોરે ગુજરાત સરકારની કોર કમિટીની બેઠક મળવાની છે. આ બેઠકમાં નવા રંગરૂપ સાથેના લોકડાઉન 4 અંગેની રૂપરેખા નક્કી કરવામાં આવશે. 
દિલ્હીથી આવતા પ્રવાસીઓ માટે 15 રૂટ પર તંત્ર દ્વારા બસ દોડાવાશે
દિલ્હીથી અમદાવાદ આવનારી ટ્રેનના પ્રવાસીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રવાસીઓને કોઇ અવગડતા ન પડે એ માટે સાબરમતી સ્ટેશનથી અલગ-અલગ 15 રૂટ પર તંત્ર દ્વારા બસ દોડાવવામાં આવશે. 
કુલ 9592 દર્દી, 586ના મોત અને 3753 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ69104652247
વડોદરા60532363
સુરત 98344574
રાજકોટ660251
ભાવનગર 1030746
આણંદ820770
ભરૂચ320225
ગાંધીનગર1460561
પાટણ340222
નર્મદા 130012
પંચમહાલ  680437
બનાસકાંઠા830341
છોટાઉદેપુર210114
કચ્છ 140106
મહેસાણા730237
બોટાદ560129
પોરબંદર040003
દાહોદ 200001
ખેડા330114
ગીર-સોમનાથ220003
જામનગર 330202
મોરબી 02 0001
સાબરકાંઠા270209
મહીસાગર470135
અરવલ્લી760222
તાપી 020002
વલસાડ 0601 04
નવસારી 080007
ડાંગ 020002
દેવભૂમિ દ્વારકા120000
સુરેન્દ્રનગર0300 01
જૂનાગઢ040002
અમરેલી010000
અન્ય રાજ્ય010000
કુલ 9,5925863,753
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો